ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 6 વિદ્યાર્થીઓના મોત
હૈદરાબાદ પાસે પેડ્ડા કંજરલા ગામમાં બુધવારે સાંજે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન એક તળવમાં પડીને 6 સગીર બાળકો ડૂબી જતા મોત થયુ. પોલેસે આ માહિતી આપી.
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલ એક હોસ્ટેલમ રહેનારા આઠ બાળકો વસર્જન દરમિયાન તળાવમાં પડી ગયા. તેમાથી બે છોકરાઓ બહાર નીકળવામાં સફળ રહ્યા જ્યારે કે છ અન્ય ડૂબી ગયા.
Six students die during Ganesh immersion in Patancheru
— Sudhakar Udumula (@sudhakarudumula) September 16, 2026
Six students died after they went for a Ganesh idol immersion programme in Patancheru.
The students had gone to Kancherla village in Patancheru for the immersion. All six were identified as students studying at Shireesha… pic.twitter.com/yHe0w8XJiI
પોલીસ મુજબ તળાવની માટી ભીની હોવાને કારણે આ દુર્ઘટના બની. સાથે હાજર એક પોલીસ કૉંસ્ટેબલે પીડિતોને સીપીઆર આપ્યુ પણ તેમને બચાવી શકાયા નહી. તળાવ સુમસામ જગ્યાએ હતુ અને આસપાસ કોઈ વયસ્ક નહોતુ જે બાળકોને બચાવવાની કોશિશ કરી શકતુ.
તેલંગાનાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓએ આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો. રાજ્યપાલે કહ્યુ કે ભક્તોએ વિસર્જન યાત્રા અને મૂર્તિ વિસર્જન દરમિયાન સાવધાની રાખવી જોઈએ.
મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યોકે વિસર્જન દરમિયાન યોગ્ય સાવધાની રાખે અને પીડિતોના પરિવારોને મદદ પ્રદાન કરે.
