રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :સતના. , ગુરુવાર, 22 નવેમ્બર 2018 (12:04 IST)

સતના - ખાનગી બસે સ્કુલ વેનને મારી ટક્કર, 6 બાળકો સહિત 7ના મોત, 10 ઘાયલ

અહીના બીરસિંહપુર ક્ષેત્રમાં બસ અને શાળા વેનની ટક્ક્રરમાં 6 બાળકો સહિત 7 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે 10 ઘાયલ થઈ ગયા. તેમા કેટલાકની હાલત નાજુક છે. માર્યા ગયેલા બધા બાળકો સવારે સ્કુલમાં જઈ રહ્યા હતા. 
 
ઘટના ગુરૂવારે સવારે 9 વાગ્યાની છે. પોલીસે જણવ્યુ કે દુર્ઘટનામાં શાળા વેનમાં બેસેલા 6 બાળકોનુ ઘટનાસ્થળ પર જ મોત થયુ જ્યારે કે એક અન્યનુ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયુ. આસપાસના લોકોએ ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકોને બહાર કાઢ્યા. પોલીસે મૃતક બાળકોની ઓળખ કરીને પરિજનને સૂચના આપી દીધી છે.  બસની તેજ સ્પીડ દુર્ઘટનાનું કારણ બતાવાય રહી છે.