ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By

પરીક્ષામાં ભ્રષ્ટાચાર/ શિક્ષણનું એક મોટું અનિષ્ટ/ પરીક્ષા: એક અનિષ્ટ/ ન જોઈએ આ પરીક્ષાઓ

પરીક્ષામાં ભ્રષ્ટાચાર/ શિક્ષણનું એક મોટું અનિષ્ટ/ પરીક્ષા: એક અનિષ્ટ/ ન જોઈએ આ પરીક્ષાઓ 
1. ભૂમિકા 
2. ભ્રષ્ટાચારનો ભોગ બનેલું શિક્ષણતંત્ર 
3. નોકરી અને ડિગ્રીનો સંબંધ 
4. પરીક્ષા" એક અનિવાર્ય દૂષણ 
5. પરીક્ષામાં ગેરરીતિઓ શા માટે? કોના દ્વારા 
6. પરીક્ષા સાચા અર્થમાં મૂલ્યાંકનનો માપદંડ 
7. ઉપસંહાર 
જે ક્ષેત્ર સદીઓથી પવિત્ર અને પ્રતિષ્ઠિત ગણાતું હતું. જેના પર દેશના ઉજ્જવળ ભાવિનો ઘણો મોટો આધાર હતો તે શિક્ષણક્ષેત્ર ભ્રષ્ટાચારની ભેદી ચાલમાં એવું તો ફંસાયું છે કે દેશના શિક્ષણકારો, તત્વચિંતકો, ઈતિહાસકારો અને સાહિત્યકારો ખળભણી ઉઠયા છે. દેશના કરોડો નાગરિકોનું તો પેટનું પાણીય હાલતું નથી. પરીક્ષામાં ચાલતો ભ્રષ્ટાચાર જોઈએને! પરંતુ ઉપ્ર જણાવ્યા તે પાંચ ક્ષેત્રના જાગૃત નાગરિકો અને વાલીઓ હવે તો નખ શિખ ધ્રુજી ઉઠયા છે અને સામૂહિક રીટ દાખલ કરીને સરકાર સામે તથા પરીક્ષા તંત્ર સામે મેદાને પડયા છે. પરંતુ વિશાળ મહાસાગર જેનો આપણો દેશ નિશ્ચિતપણે ધોરતો હોય, નસકોરા બોલાવતો હોય ત્યારે એકાદ મોજું કોક ખૂણામાં ઉછળેને હારીથાકીને શમી જાય એના જેવી જાગૃત વાલીઓ નાગરિ કોની હાલત છે. 
 
આમ તો પરીક્ષા શનબદ જ એક મોટું "હાઉ" બનીને પરીક્ષાર્થીઓને ડરાવતો હતો. એ ભયજનક પરીસ્થિતિમાંથી ઉગરવા કયાંક વિદ્યાર્થીઓએ તો ક્યાંક શિક્ષકોએ, ક્યાંક વાલીઓ તો ક્યાંક પરીક્ષકોને આ  "હાઉમાંથી" ઉગરવાનો "રામબાણ કીમિયો" (પૈસા ખવડાવવા, લાંચ આપવી વગેરે) અપનાવ્યો અને એ અંકુરમાંથી ધીરે ધીરે "ભ્રષ્ટાચાર"નો છોડ વિકસતો વિકસતો તોતિંગ વટવૃક્ષ જેવડો થઈ ગયો. ત્યારે જેમની આંખ ઉઘડી એ બધા જ મોડા પડયા! શિક્ષણક્ષેત્રે ફૂલીફાલીને વ્યાપેલા ભ્રષ્ટાચારના રાક્ષસી વૃક્ષ નો નાશ હવે તો ફકત બે જ રીતે થાય. કુહાડા લઈને સાહસવીરો એના પર તૂટી પડેને એના ડાળાપાંદડાને થડને જ નહિ મૂળિયા સુદ્દાને ઉખેડીને ફેંકી દે! અને બીજું, જનજાગૃતિરૂપી વાવાઝોડું  એટલા જોરથી ફૂંકાય કે એના સુસવાટામાં આ ભ્રષ્ટાચાર વૃક્ષ મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ર થઈ જાય! આ બે સિવાય કોઈ ત્રીજો વિક્લ્પ હવે તો દેખાતો નથી. 
 
પરીક્ષામાં વ્યાપેલા ભ્રષ્ટાચારનું જો તમે પગેરુઉ શોધવા જાઓ તો તમને એ બે જણના ઘર સુધી લંબાતુ જોવા મળશે એક "શિક્ષકનું ઘર" અર્થાય "શાળા" અને બીજું  "નિરીક્ષકનું ઘર" એટલે "શિક્ષણ ખાતું" આજે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરીને પાસ થવા મજબૂર બન્યા- ટૂંકમાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા ત્રણેય પાંખા- શિક્ષકો, નિરીક્ષકો અને પરીક્ષકો- પોતાની ફરહ ચૂક્યા, પૈસાના પુજારી બન્યા, નિરંકુશ અને નિર્ભય બન્યા કેટલાક તો નિર્લજ બન્યા! અને પરિણામે, માન્યામાં ન આવે એવાં ખતરનાક કૌંભાંડ શરૂ થતાં જેમાં પ્રશ્નપત્રો ફોડી નાખવાં,ઉતરવહી સાથે ચેડાં કરવા, ગુણપત્રકો બદલી નાખવા, પરિણામો સુધારવા, બનાવટી પ્રમાણપત્રો વેચવા વગેરે જેવી અનેક ધંધાદારી રીતરસમો સજમાવવા માંડી. જેમાં પ્રાશ્રિકો. પરીક્ષાના સુપરવાઈઝરો, કેન્દ્ર સંચાલકો, પરીક્ષકો, સમીક્ષકો અને ચીફ સમીક્ષક ભાગીદારી કરી. પરિણામ પરીક્ષા એક ફારસ બની ગઈ!! 
 
 
જ્યાં સુધી પરીક્ષાને પદવી ડિગ્રી સાથે સંબંધ અને ડિગ્રીને નોકરી સાથે સંબંધ છે,  ત્યાં  સુધી પરીક્ષાનો ભ્રષ્ટાચાર હવે બંધ થાય એમ નથી. સામે નેકમાં નોકરી છે. બધાયને મેડિકલ એંજીનીયરિંગમાં પ્રવેશ જોઈએ છે. પરીક્ષામાં ફર્સ્ટ ક્લાક્સ વીથ ડિસ્ટિંકશન મેળવવા માટે ગોરખધંધા ચાલવાના જ! અને  બધે મળી જ આવવાના! તમે પરીક્ષાખંડોમાંથી ટનબંધ કાગળની કાપલીઓ ભલેને પકડો જેને ચોરી જ કરવી છે વગર મેહનતે પાસ થઈ જવું એ તો જાતજાતની તરકીબો અજમાવવાના જ છે. આભ ફાટયું છે ત્યાં થીંગડું ક્યાં મારવાના હતા?