શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (12:37 IST)

સીએમ રૂપાણીની કબૂલાત રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતા અને બીજા નંબરે પોલીસ ખાતામાં થયો

રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં મહેસુલ વિભાગ અને પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર હોવાનો સ્વિકાર કર્યો હતો ઓન લાઇન બીન ખેતી હુકમોના વિતરણ કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ કે સૌથી વધારે ભ્રસ્ટાચાર અને મહેસુલ ખાતામાં થતો આવ્યો ત્યાર બાદ પોલીસ વિભાગ આવે છે . લોકોની માનસિકતા એ ભ્રસ્ટાચારને સ્વીકારી લીધો અકિલા સરકારે આ બાબતે કોઈ કામ ના કર્યું ભ્રષ્ટાચાર ને લીગલ કરી દેવાની પણ લોકો મજાક કરતા આવ્યા વિજય રૂપાણીએ કહ્યુ કે આજથી 20 -25 વર્ષ અગાઉ કોઇ નાગરિક અધિકારી કે કર્મચારીને પૈસા આપે તો અધિકારી આભડછેટ માનતો  અને કહેતો કે મારે ઘરે બૈરી છોકરા છે. આજે સ્થિતિ 360 ડિગ્રી ઉંધી થઇ ગઇ છે જો કોઇ નાગરીક સરકારી કચેરીમાં કામ પુર્ણ કર્યા બાદ કોઇ પણ પ્રકારનો વ્યવહાર કર્યા વિના ઉભો થાય તો અન્ય કર્મચારી તેને રોકે અને કહે અમારી ઘરે બૈરી છોકરા છે તેનું તો કંઇક વિચારો આજે એવું છે કે અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે આજદિન સુઘી સરકારે ભ્રષ્ટ્રાચાર નિવારવા કોઇ પગલાં લીધાં નથી અમારી સરકાર ભ્રષ્ટાચાર નિવારવા માટે સતત આયોજન અને ચિંતન કરી રહી છે ઓન લાઇન એન એ અંગે રૂપાણીએ કહ્યુ કે ઓનલાઇન એનએ થતા કેટલાક લોકોને ખૂંચી રહ્યું છે કેટલીક જિલ્લા પંચાયતો ને તો પોતાની દુકાન બંધ થઇ ગઈ હોવાનું લાગ્યું હોવાથી કોર્ટમાં ગયા છે સરકાર ભ્રષ્ટાચાર ચલાવા માંગતી નથી કડક હાથે કામ લેશે.  
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન અંગે ઉગ્ર પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ર૩ વર્ષથી શાસન કરી રહેલ ભાજપના ભ્રષ્ટાચારી મોડલમાં 'ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી' ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીક એટલે કે હપ્તારાજ ચાલી રહ્યું છે. રાજયના શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને રોજગાર, ગૃહ, મહેસૂલ, કૃષિ ઉદ્યોગ, વાહન વ્યવહાર, આદિજાતિ, સમાજ કલ્યાણ, ઉર્જા શહેરી વિકાસ, અન્ન નાગરિક પુરવઠા સહિતના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર-ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેને ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે. ૪૦૦૦ કરોડ રૂપિયાના મગફળી કૌભાંડ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, ઉર્જા વિભાગમાં વીજ ખરીદીમાં ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાય, ખાણ-ખનીજ-રેતી-માટી સહિત કિંમતી ખનીજની કરોડો રૂપિયાની ચોરી, શહેરી વિકાસમાં રોજ નવા કૌભાંડો, સંગ્રહખોરો, કાળા બજારિયાઓને ભાજપે ધન સંગ્રહ યોજનાના ભાગીદાર બનાવી દીધા છે.