મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 4 એપ્રિલ 2025 (12:19 IST)

ખંડવામાં એક સાથે ઉઠી 8 અર્થિયો, દ્રશ્ય જોઈ રડી પડ્યુ આખુ ગામ, ગણગૌરની ખુશી શોકમાં ફેરવાઈ

khandwa well
khandwa well
ખંડવામાં એકસાથે 8 મૃતદેહો જ્યારે બહાર કાઢવામાં આવ્યા, ત્યારે આ દ્રશ્ય જોઈને માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ આખુ ગામ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યુ.  કોઈએ પોતાના પિતા ગુમાવ્યા, કોઈએ પોતાના ભાઈ ગુમાવ્યા તો કોઈ પોતાના જવાન પુત્રને અર્થી પડેલો જોઈને ભાંગી પડ્યો.
 
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કોંડાવત ગામમાં થયેલા દુ:ખદ અકસ્માત બાદ શુક્રવારે આઠ મૃતકોના અંતિમ સંસ્કાર શોક અને ઉદાસીની લાગણી વચ્ચે કરવામાં આવ્યા હતા. જ્યારે ગામમાંથી એકસાથે 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, ત્યારે આ દ્રશ્ય જોઈને બધા રડવા લાગ્યા. પરિવારના સભ્યોની સાથે, આખા ગામના લોકો રડી રહ્યા છે અને તેમની હાલત ખરાબ છે. કોઈએ પોતાના પિતા ગુમાવ્યા, કોઈએ પોતાના ભાઈ ગુમાવ્યા તો કોઈ પોતાના જવાન પુત્રને અર્થી પડેલો જોઈને ભાંગી પડ્યો.
 
કોઈ ઘરમાં ચૂલો સળગ્યો નહી 
કોંડાવત ગામમાં કોઈના ઘરમાં ચૂલો સળગ્યો નહોતો. ગુરુવારે થયેલા આ દુ:ખદ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, અકસ્માતને કારણે સમગ્ર ખંડવા જિલ્લામાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સફાઈ માટે ઊંડા કૂવામાં ઉતરેલા 8 લોકો ઝેરી ગેસના કારણે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા બાદ તેમને ખંડવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પછી, આઠેયના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.
 
અકસ્માત કેવી રીતે થયો?
મળતી માહિતી મુજબ, ગંણગૌર માતાનું વિસર્જન થવાનું હતું. પરંપરાગત રીતે ગામની મધ્યમાં આવેલા આ કૂવામાં વિસર્જન કરવામાં આવતું હતું. ત્રણ માણસો કૂવાને સાફ કરવા માટે તેમાં ઉતર્યા હતા; જ્યારે તેઓ ડૂબવા લાગ્યા, ત્યારે તેમને બચાવવા માટે વધુ પાંચ લોકો પાણીમાં ગયા. કમનસીબે, તેઓ બધા અંદર ફસાઈ ગયા અને બધા મૃત્યુ પામ્યા.
 
અકસ્માતમાં આ લોકોએ ગુમાવ્યો જીવ  -
આ અકસ્માતમાં કોંડાવત ગામના રાકેશ પટેલ (21 વર્ષ), વાસુદેવ પટેલ (40 વર્ષ), અર્જુન પટેલ (35 વર્ષ), ગજાનંદ પટેલ (35 વર્ષ), મોહન પટેલ (48 વર્ષ), અજય પટેલ (25 વર્ષ), શરણ પટેલ (40 વર્ષ) અને અનિલ પટેલ (25 વર્ષ)નું મૃત્યુ થયું.
 
4-4 લાખ રૂપિયાના સહાયની જાહેરાત
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ખંડવામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે લખ્યું- "દુઃખની આ ઘડીમાં, મારી ઊંડી સંવેદના બધા શોકગ્રસ્ત પરિવારો સાથે છે. બધા મૃતકોના પરિવારોને 4-4 લાખની આર્થિક સહાય પૂરી પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના છે કે બધી પવિત્ર આત્માઓને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડુ દુ:ખ સહન કરવાની શક્તિ આપે."