1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 20 ઑગસ્ટ 2023 (00:11 IST)

Ladakh Accident - વાહન ખીણમાં પડતાં ભારતીય સેનાના 9 જવાનો શહીદ, એક ઘાયલ

Ladakh accident
Ladakh accident
Ladakh Accident - ક્યારી શહેરથી 7 કિમી પહેલા એક દુર્ઘટનાં થઈ. આ દુર્ઘટનાંમાં ભારતીય સેનાના 9 જવાનો શહીદ થયા હતા. તેમનું વાહન ખીણમાં પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય એક જવાન ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. લદ્દાખના સંરક્ષણ અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ પણ થઈ છે.
 
વાહનમાં સવાર હતા 10 કર્મચારીઓ
 
સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વાહન સાંજે  5:45 થી 6:00 વાગ્યાની વચ્ચે ક્યારી થી  7 કિમી પહેલા  ખીણમાં પડ્યું. તેમણે કહ્યું, 'ALS  વાહન જે લેહથી ન્યોમા તરફ કાફલાના ભાગરૂપે  જઈ રહ્યું હતું,  સાંજે 5:45-6:00 વાગ્યાની આસપાસ ક્યારીથી 7 કિમી પહેલા ખીણમાં પડી ગયું, વાહનમાં 10 કર્મચારીઓ હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો. ઈજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
 
'ઘાયલ જવાનની હાલત ગંભીર'
લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પીડી નિત્યાએ જણાવ્યું હતું કે 10 સૈનિકોને લઈને સૈન્યનું વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં, વાહનના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તે ખીણમાં પડી ગયું, એમ તેઓએ જણાવ્યું. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ જવાનોને આર્મી મેડિકલ યુનિટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 8 જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં અન્ય એક જવાનનું મૃત્યુ થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે અન્ય એક જવાનની સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
 
સેનાના જવાનોના મૃત્યુથી દુઃખી છું 
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં થયેલા અકસ્માતમાં સેનાના જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'લદ્દાખના લેહ પાસે એક દુર્ઘટનામાં ભારતીય સેનાના જવાનોના મૃત્યુથી દુઃખી છું. અમે અમારા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલ જવાનોને ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હું તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.