બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 19 ઑગસ્ટ 2023 (18:58 IST)

બળદ બચાવવામાં 6 લોકોનાં મોત, આખુ ગામ શોકમાં ગરકાવ

ranchi
ranchi
ઝારખંડમાં બળદને બચાવવાના પ્રયાસમાં 6 લોકોના મોત થયા હતા. આ ઘટના ગુરુવાર, 17 ઓગસ્ટના રોજ રાંચીથી 70 કિલોમીટર દૂર સિલ્લી બ્લોકના મુરી ઓપી વિસ્તારના પિસ્કા ગામમાં બની હતી. માર્યા ગયેલા તમામ લોકો એક જ ગામના હતા. તેમના મૃત્યુના સમાચારથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
 
રાંચીના સિલ્લી બ્લોકના મુરી ઓપી વિસ્તારના પિસ્કા ગામમાં થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે કૂવાની માટી ઢીલી પડી ગઈ હતી. આ દરમિયાન ગુરુવારે સાંજે 4 કલાકે બળદ કૂવામાં પડી ગયો હતો. તેને બચાવવા માટે 9 લોકો કૂવામાં ઉતર્યા હતા. બધા બળદને દોરડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.  ગામમાં થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે કૂવાની માટી ઢીલી થઈ ગઈ હતી. અચાનક કૂવાની માટી ધસી પડી હતી. જેના કારણે તમામ લોકો કુવાના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી જેમાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
 
ઘટના બાદ NDRFની ટીમ પહોંચી હતી. પરંતુ અવિરત વરસાદને કારણે સવારે 1 વાગ્યાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે શુક્રવારે સવારે 2:15 વાગ્યા સુધી ચાલુ રહી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં વિક્રાંત માંઝી નામના વ્યક્તિનો બચાવ થયો હતો. તેના માથામાં ઈજા થઈ છે. આ અકસ્માતમાં વિક્રાંતના પિતાનું મૃત્યુ થયું છે
 
મુખ્યમંત્રી સોરેને શોક વ્યક્ત કર્યો
દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના બાદ રાત્રે સોશિયલ મીડિયા પર લખ્યું.

 
અહેવાલો અનુસાર, સ્થાનિક ધારાસભ્ય AJSU સુપ્રીમો સુદેશ મહતોએ મૃતકોના પરિવારના સભ્યો માટે 5-5 લાખ રૂપિયા અને સરકારી નોકરીની માંગ કરી છે.