શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (01:18 IST)

પુલવામાનો બદલો થશે પુરો, ઘાટીમાં સેનાએ 6 એનકાઉંટરમાં 9 આતંકવાદી કર્યા ઠાર

સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ-કાશ્મીરમાં અનેક હત્યા બાદ શરૂ કરાયેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શમીમ અહમદ સોફીની હત્યા કરી હતી. આ સાથે પુલવામા હુમલાનો બદલો પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથે કુલ 6 એન્કાઉન્ટર થયા છે, જેમાં 9 આતંકવાદીઓ માર્યા ગયા છે. બુધવારે સોફીનું એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
 
અવંતીપોરામાં હાથ ધરાયેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં, સોફી સુરક્ષા દળોને ચકમો આપીને ભાગી ગયો હતો. ત્યારબાદ જૈશના વડા મસૂદ અઝહરનો ભત્રીજો મોહમ્મદ ઇસ્માઇલ અલવી ઉર્ફે લંબુ અને સ્થાનિક આતંકવાદી સમીર અહમદ ડાર માર્યા ગયા હતા. લંબુ  અને ડાર પુલવામા હુમલાના આયોજનમાં સામેલ હતા, જેમાં CRPF ના 40 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
 
ગૃહ મંત્રીના આદેશ બાદ એક્શનમાં સુરક્ષાબળ 
 
સોફીનુ એન્કાઉન્ટર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તરફથી ઘાટીમાં થયેલી લઘુમતીઓની હત્યાઓથી અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને પાકિસ્તાન સમર્થિત સ્થાનિક મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાના થોડા દિવસો પછી થયુ છે. ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી નિષ્ણાતો મોકલવા અને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઘાટીમાં તાજેતરમાં એક પ્રમુખ કાશ્મીરી પંડિત ફાર્માસિસ્ટ અને એક શીખ શાળાના પ્રિસિંપલ સહિત અનેક અલ્પસંખ્યક  નાગરિકોની હત્યા થઈ છે.