શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2024 (16:37 IST)

Video : એક નાનકડી ભૂલને કારણે ફટાકડાના દુકાનમાં લાગી આગ, લાઈવ વીડિયો જોઈને કાંપી જશો

Viral Video : દિવાળી પહેલા ફટાકડાની દુકાનમાં આગ લાગવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે ફડાકડાની દુકાનમાં ખૂબ જ ભીડ છે. અચાનલ તેમા આગ લાગી ગઈ અને ફટાકડા બોમ્બની જેમ ફાટવા લાગ્યા. થોડી જ વારમાં આગે ભીષણ રૂપ લઈ લીધુ અને આખી દુકાન આગના લપેટમાં આવી ગઈ  આ ઘટના હૈદરાબાદના સુલ્તાન બજાર ક્ષેત્રમાં થઈ છે. 
 
એવુ બતાવાય રહ્યુ છે કે ફટાકડાની દુકાન ગેરકાયદેસર હતી. હવે આ ગેરકાયદેસર ફટાકડાની દુકાનમાં અચાનક આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. સુલ્તાન બજાર વિસ્તારમાં પારસ ફાયરવર્ક્સ નામની એક ફટાકડાની દુકાન છે. આ દુકાનમાં અચાનક આગ લાગી અને ફટાકડા ઉડવા માંડ્યા. ફટાકડાનો અવાજ સાંભળ્યા બાદ આ ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો. ત્યારબાદ ગ્રાહકો નાસભાગ કરવા માંડ્યા. 

 
 દુકાનમાં ભીષણ આગનો વીડિયો
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનની અંદર આગ લાગી હતી. જે બાદ દુકાનની બહાર નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાને બચાવવા દોડવા લાગ્યા. થોડા સમય બાદ આગ ભયાનક બની હતી અને સમગ્ર દુકાનને લપેટમાં લીધી હતી.
 
જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ગંભીર હતી કે એક રેસ્ટોરન્ટ અને 7-9 કાર બળીને રાખ થઈ ગઈ હતી. ACP સુલતાન શંકરનું કહેવું છે કે આગ રાત્રે 10.30-10.45 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. એક રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે બળી ગઈ છે. 7-8 કાર બળી ગઈ છે. એક મહિલાને સામાન્ય ઈજા થઈ છે.