રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 ઑક્ટોબર 2024 (17:43 IST)

બહરાઈચ હિંસાઃ ઘરમાં ઘૂસીને લીલો ઝંડો ફાડી નાખ્યો અને પછી બળજબરીથી ભગવો ઝંડો લહેરાવ્યો, હિંસામાં માર્યા ગયેલા યુવકનો વીડિયો થયો વાયરલ

Bahraich Violence
બહરાઈચ: યુપીના બહરાઈચ જિલ્લામાં રવિવારે મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી હિંસામાં 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવક મુસ્લિમના ઘરની છત પરથી ધ્વજ નીચે ઉતારે છે. ત્યારે તેની જગ્યાએ ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળે છે. સમાજવાદી પાર્ટીનો દાવો છે કે વીડિયોમાં દેખાતો યુવક રામ ગોપાલ મિશ્રા છે. આ વીડિયોને શેર કરતી વખતે SP મીડિયા સેલે લખ્યું છે કે એક નિર્દોષ તોફાની ગોપાલે બીજેપીની રાજનીતિમાં પોતાનો જીવ ગુમાવ્યો. ભાજપના ધારાસભ્ય શલભમણી ત્રિપાઠીએ આ વીડિયો શેર કરનારાઓ પર વળતો પ્રહાર કર્યો છે.