ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2022 (12:49 IST)

Uttarakahd News: દેહરાદૂનમાં એક માણસે માતા, પત્ની અને ત્રણ દીકરીઓની ગળા કાપી

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન સોમવારે સવારે એક સાથે 5 હત્યાથી હચમચી ઉઠ્યું હતું. રાણીપોખરીના શાંતિનગરનો રહેવાસી મહેશ તિવારીએ આખા પરિવારના સભ્યોની હત્યા કરી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. 
 
તે પુજારીનો કામ કરે છે. તેની માતા માનસિક રીતે અસ્વસ્થ હતી. તેમને અપંગ પુત્રી હતી. કેસની માહિતી આપતાં એસપી દેહત કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું છે કે હત્યાનું કારણ શું હશે, નિવેદનના આધારે આરોપી પાસેથી માહિતી લેવામાં આવશે. મૃતકોમાં આરોપીની ત્રણ પુત્રીઓ, માતા અને પત્નીનો સમાવેશ થાય છે. તેનો એક ભાઈ ઋષિકેશમાં રહે છે. 
 
ચોંકાવનારી વાત આ છે કે આરોપી મહેશ કુમારએ આ પાંચ હત્યાઓથી પહેલા પૂજા પાઠ પણ કરી. તે પછી તેને લોહીયાળ તાંડવ રચ્યુ. પૂજા પાઠ કર્યા બાદ આરોપીઓએ પરિવારના દરેક સભ્યની વારાફરતી હત્યા કરી હતી.