શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 મે 2024 (13:43 IST)

Covid Variant FliRT - ભારતમાં આવ્યો કોરોનાનો નવો વેરિએંટ, જાણો તેના લક્ષણ, લોકો માટે કેટલો ઘાતક છે આ વાયરસ

Covid New Variant FliRT - કોરોનાનુ નામ સાંભળતા જ લોકોની જૂની યાદો તાજી થઈ જાય છે. દુનિયા આ દર્દમાંથી હજુ સુધી છુટકારો મેળવી શકી નથી. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે ભારતમાં  ગયા વર્ષે નવેમ્બર 2023થી જ કોરોનાનો નવો વેરિએંટ KP.2 લોકો વચ્ચે આવી ચુક્યો છે. આ વાયરસને FliRT નામ આપવામાં આવ્યુ છે. કોરોનાના આ નવા વેરિએંટને અમેરિકા, બ્રિટન  અને દક્ષિણ કોરિયામાં કોવિડના વધતા મામલાને આ નવા વેરિએંટ FliRT સાથે જોડવામાં આવી રહ્યો છે. 
 
કોરોનાનો આ નવો વેરિએંટ FliRT ઓમિક્રોન લાઈનેજનો સબ વેરિએન્ટ છે. ઈંડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ KP.2 ને કોરોના વેરિએંટ JN.1 નું અંગ માનવામાં આવે છે. તેમા  નવુ મ્યુટેશન છે.  બીજી બાજુ તેનુ નામ FliRT અક્ષરોના આધાર પર આપવામાં આવ્યુ છે. આ નવો વેરિએંટ મ્યુટેશન વાયરસને એંટીબોડી પર અટેક કરવા દે છે. 
 
આ કારણે વધુ ખતરનાક છે આ નવો વેરિએંટ 
આ નવા વાયરસની વધુ અસર ભારતમાં હાલ JN.1 ની છે. તેના આંકડા બતાવે છે કે આ વેરિએંટના ભારતમાં 679 કેસ એક્ટિવ છે. આ આંકડા 14 મે સુધીના છે. કોરોનાનો નવો વેરિએંટ FliRT એટલા માટે વધુ ઘાતક છે કારણ કે અગાઉ કોવિડ દરમિયાન જે ઈમ્યુનિટી બુસ્ટર લાગ્યો છે એ તેનાથી પણ બચવાની ક્ષમતા રાખે છે. હાલ તો બધા ડોક્ટરો તેના પર નજર રાખી રહ્યા છે. 
 
વેરિએંટના લક્ષણ 
 
આ નવા વેરિએંટના લક્ષણની વાત કરીએ તો અપોલો હોસ્પિટલ ના ડો રાજેશ ચાવલાનુ કહેવુ છે કે આ વેરિએંટથી પ્રભાવિત થનારા લોકોમાં સ્વાદ, સૂંઘવાની શક્તિ નહી રહે.