1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 માર્ચ 2023 (15:26 IST)

Adenovirus Alert: નવા વાયરસથી હોબાળો ભારતમાં અહીં 9 દિવસમાં થઈ 36 બાળકોની મોત

Adenovirus In West Bengal:  કોરોના વાયરસના જેવા લક્ષણ વાળા નવા વાયરસ એડિનિ વાયરસના કારણે પશ્ચિમ બંગાળમાં લોકોની મુશ્કેલીઓ વધી છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગના રેકોર્ડ અનુસાર, છેલ્લા 9 દિવસમાં એડિનો વાયરસના કારણે 36 બાળકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં એડેનો વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રવિવારે સવારે પશ્ચિમ બંગાળની રાજધાની બીસી રોય ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી 2ના મોતના સમાચાર મળ્યા હતા. આ બાળકોની ઉંમર 18 મહિના અને 4 વર્ષની હતી. વહીવટીતંત્રે કહ્યું છે કે એડેનો વાયરસના ચેપનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
 
WebMD ની રિપોર્ટ મુજબ એડીનોવાયરસ અનેક પ્રકારના વાયરસનો સમૂહ છે જે આંખ, શ્વાસ નળી, ફેફસા, આંતરડા, નર્વસ સિસ્ટમ અને યૂરિનરી ટ્રૈક્ટએન સંક્રમિત કરે છે. તેના લક્ષણ ફ્લૂ જેવા હોય છે. આ કોઈપણ વયના લોકોને સંક્રમિત કરી શકે છે. તેનુ સંક્રમણ વર્ષમાં કયારેય પણ થઈ શકે છે. તેનો વાયરસ સંક્રમિત દર્દીને અડકવાથી, હાથ મિલાવવાથી, સંક્રમિત વસ્તુઓને પકડવા અને હવામા રહેલા ખાંસીના ડ્રોપ્લેટ્સથી ફેલાય છે. તેથી સાફ-સફાઈ જ બચાવનો સારો ઉપાય છે.  
 
શું છે લક્ષણ 
તાવ, ગળામાં તકલીફ, શ્વાસ નળીમાં સોજો, ખાંસી, ડાયેરિયા, આંખોમાં ગુલાબીપન, પેટમા દુખાવો શ્વાસ લેવામાં તકલીફ, આંખોની આસપાસ સોજો અને ઉલ્ટી થવી જેવા લક્ષણ દર્દીના સંક્રમિત થવાનો ઈશારો કરે છે. આ ઉપરાંત બ્લૈંડરમાં સોજો પણ થઈ શકે છે. જો કે આ લક્ષણ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. જો આવુ કોઈપણ લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરો.