રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2024 (12:49 IST)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી

amit shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેમાં પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પડાયો છે. તેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી લેતા હવે કોણે આ પ્રકારનું કામ કરાવ્યુ હતુ તે બહાર આવી જશે.

ઉલ્લેખનીય છે કે આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી. તેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે.તાજેતરમાં પણ આ પ્રકારના વીડિયો મામલે ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મુંબઈના ભાજપ સચિવ પ્રતિક કર્પે દ્વારા મહારાષ્ટ્ર કૉંગ્રેસ(યુથ)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. મહાવિકાસ આઘાડી સંબંધિત મહારાષ્ટ્ર કૉંગ્રેસ યુથના એક્સ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહના ફેરવવામાં આવી રહેલા નકલી વીડિયોમાં તે ઓબીસી, એસસી, એસટી અનામત નાબૂદ કરવા વિશે બોલતા હોવાનું જણાય છે. જોકે, આ વીડિયો નકલી હોવાનું જણાયું હતું. આ પૂર્વે આપેલા ભાષણમાં અમિત શાહે જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો ગેરબંધારણીય રીતે મુસ્લિમ સમાજને આપવામાં આવેલું અનામત તે કાઢશે.