શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્લી: , શનિવાર, 31 ડિસેમ્બર 2016 (14:14 IST)

મુલાયમે અખિલેશ-રામગોપાલને પાર્ટીમાંથી બહાર કરવાનો નિર્ણય પરત લીધો, શિવપાલે પોતે કર્યુ એલાન

લખનૌ. સમાજવાદી પાર્ટી 1992માં પોતાની રચના પછી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. મુલાયમ સિંહ યાદવે શનિવારે 393 કૈડિડેટ્સની મીટિંગ બોલાવી. પણ તેમની ત્યા ફક્ત 17 ધારાસભ્યો પહોંચ્યા. પછી આ મીટિંગ રદ્દ થઈ ગઈ. બીજી બાજુ અખિલેશના ઘરે થયેલ મીટિંગમાં 224માંથી 207 ધારાસભ્યો સામેલ થયા.  ત્યારબાદ અખિલેશ મુલાયમને મળવા પહોંચ્યા. નિકટના સૂત્રોએ જણાવ્યુ કે આઝમ ખાને સુમેળની કોશિશ કરી તો મુલાયમ સિંહ અખિલેશને પાર્ટીમાં પરત લેવા પર રાજી થતા દેખાયા. જ્યારે શિવપાલને મુલાયમ-અખિલેશ-આઝમની મીટિંગના માટે બોલાવવામાં આવ્યા તો તેમણે ફોન પર કહ્યુ - હવે શુ બચ્યુ છે ? અમારી તો ઈજ્જત જ જતી રહી. ઉલ્લેખનીય છે કે મુલાયમે શુક્રવારે અખિલેશ અને રામગોપાલ યાદવન 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા હતા. 
- 403 સીટોવાળી યૂપી વિધાનસભામાં સપાના 224 ધારાસભ્યો છે. 

- સપા ઓફિસમાં શિવપાલ યાદવ, અશોક વાજપેયી, રામપાલ, અતીક અહમદ સુરેન્દ્ર સિંહ પટેલ, પારસનાથ યાદવ, રાજકિશોર સિંહ, નારદ રાય, અંબિકા ચૌધરી, અબ્દુલ હન્નાન અને કમાલ યૂસુફ પહોંચ્યા છે. 
 
- સપા ઓફિસમાં થનારી મીટિંગ માટે અત્યાર સુધી 15 ધારાસભ્ય પહોંચ્યા છે. 
- અતીક અહમદ પહોંચ્યા સપા ઓફિસ. અતિકે કહ્યુ અખિલેશ યાદવને જે રીતે પાર્ટીમાંથી કાઢ્યા છે તે ખોટુ છે. હુ મુલાયમને આ અંગે વાત કરીશ. મુલાયમની ઓળખ છે. તેઓ પાર્ટીનો ચેહરો છે. પણ અખિલેશ ઉત્તર પ્રદેશની શાન છે.  
- અખિલેશની મીટિંગમાં ભાગ લેવા 200થી વધુ ધારાસભ્યો પહોંચી ચુક્યા છે. 
- સીએમ રહેઠાણ પર મીટિંગ શરૂ થઈ ગઈ 
- અખિલેશ યાદવ પણ મીટિંગ માટે પહોંચ્યા. 
- કોઈપણ ધારાસભ્યને મીટિંગમાં મોબાઈલ ફોન લાવવાની મંજુરી નથી. મીટિંગ થોડીવારમાં શરૂ થઈ શકે છે. 
- આ દરમિયાન મમતા બેનર્જીએ અખિલેશ સાથે વાત કરી અને પુર્ણ સમર્થન આપવાનુ કહ્યુ છે.  


- અખિલેશ યાદવના સમર્થનમા નાવેદ સિદ્દીકીનુ રાજીનામુ
- યાદવ વોટ વહેચાઈ જશે
- યૂપીમા કોઈ સવૈધાનિક સકટ નથી - રાજ્ય઼પાલ
- અખિલેશ સમર્થકોએ આત્મદાહ કરવાની કોશિશ કરી
- યૂપીમા રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે
= આ ઘટનાથી અખિલેશ-મુલાયમને નુકશાન, બીજેપી-બીએસપીને ફાય઼દો

  સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવને કારણ બતાવો નોટીસ પાઠવી હતી  ત્યારબાદ મુલાયમ સિંહ યાદવે અખિલેશ અને રામગોપાલ, બંનેને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોને ટિકિટોની ફાળવણી માટે અખિલેશે અલગ યાદી બહાર પાડી એ બદલ મુલાયમ સિંહ યાદવ એમના મુખ્યપ્રધાન પુત્ર પર ભડકી ગયા છે અને એને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.

મુલાયમ સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે, નવા મુખ્યપ્રધાનની પસંદગીનો નિર્ણય હું લઈશ.  પત્રકાર પરિષદમાં મુલાયમ સિંહની સાથે એમના બીજા ભાઈ શિવપાલ સિંહ યાદવ ઉપસ્થિત હતા. મુલાયમ સિંહે કહ્યું કે, અખિલેશે અશિસ્ત દાખવીને સમાજવાદી પાર્ટીને ખતમ કરી નાખી છે.પિતા મુલાયમે જ પોતાના પુત્ર અખિલેશને લોન્ચ કર્યા બાદ પક્ષની શિસ્તને આગળ ધરીને મુખ્યમંત્રીની રાજકિય કારકિર્દિને ગળે ટૂંપો આપે તેવી ઘટનામાં અખિલેશ યાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે સાથેસાથે રામગોપાલ યાદવને 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.

દરમિયાન રામગોપાલ યાદવે મીડિયાને સંબોધન કરીને કહ્યું હતું કે મુલાયમનું આ પગલું ગેરબંધારણીય છે. નેતાજીને પત્રના બંધારણ વિશે જ પૂરી સમજ નથી. સામાન્યરીતે શો કોઝ નોટિસ પાઠવ્યા પછી ઓછામાંઓછો 15 દિવસ જવાબ આપવા માટે આપવો જોઈએ. જેને બદલે શો કોઝ નોટિસ પાઠવ્યા પછી ગણતરી મિનિટોમાંજ પક્ષમાંથી બરતરફી ગેરબંધારણીય છે.