ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 11 જૂન 2018 (11:36 IST)

લોકસભા 2019 - બીજેપીને હરાવવા માટે અખિલેશ યાદવ આ બલિદાન આપવા પણ તૈયાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે સપા-બસપા ગઠબંધનને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે 2019માં બીજેપીને હરાવવા માટે બીએસપી સાથે અમારુ ગઠબંધન ચાલુ રહેશે.  બીજેપીને સત્તા પરથી હટાવવા માટે જો અમે 2-4 સીટોની બલિ પણ ચઢાવવી પડી તો અમે પાછળ નહી હટીએ.  અમારુ મકસદ બીજેપીને હરાવવાનો છે અને એ માટે અમે ઓછી સીટો પર લડીને બીએસપી સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ.  પેટાચૂંટણીમાં બીએસપી સાથે થયેલ ગઠબંધન 2019માં પણ ચાલુ રહેશે.  અખિલેશ યાદવનુ નિવેદન બસપા સુપ્રેમો માયાવતીના નિવેદન પછી આવ્યુ છે. તાજેતરમાં જ બીએસપી પ્રમુખ્ય માયાવતીએ કહ્યુ હતુ કે બીજા દળો સાથે ગઠબંધન ત્યારે શક્ય રહેશે જ્યારે અમને સન્માનજનક સીટો મળે. માયાવતીના આ  નિવેદન પછી અખિલેશનુ નિવેદન ખૂબ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. 
અખિલેશે કહ્યું કે અમારું બસપા સાથેનું ગઠબંધન છે અને તે ચાલુ રહેશે. ભાજપને હરાવા માટે બે-ચાર સીટોનું બલિદાન કરવું પડયું તે અમે પાછળ હટીશું નહીં.
 
તેમણે દાવો કર્યો કે પ્રી-પોલ ગઠબંધનના લીધે તાજેતરની પેટાચૂંટણીમાં જીત મળી છે. આ ગઠબંધન આગળ જતાં યથાવત રહેશે. અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાંધતા કહ્યું કે ભાજપ તાજેતરની પેટાચૂંટણીમં દરેક એ સીટ હારી ગયું જ્યાં યોગીએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે અમે તો કૈરાના કે નુરપુર ગયા પણ નહીં છતાંય ચૂંટણી જીતી લીધી. આ જીત ભાજપની વિરૂદ્ધ કડક સંદેશ છે.
આપને જણાવી દઇએ કે માયાવતી પહેલાં જ સીટો પર વાતચીત થયા બાદ જ ગઠબંધનને લઇ તૈયાર છે. આશા એવી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા, બસપા, અને કૉંગ્રેસ મળીને ચૂંટણી લડી શકે છે.