ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (15:14 IST)

આ અભિનેતા સાહિલ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો

મિસ્ટર ઈંડિયા રહી ચૂકુઆ બોડી બિલ્ડર મનોજ પાટિલએ મુંબઈમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગઈ 16 સેપ્ટેમ્બરની રાત્રેતેણે ઉંઘની ગોળા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હતા. જે કારણે મનોટ પાટિલને કૂપર હોસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યા તેનુ ઈલાજ ચાલૂ છે. 
 
આ ઘટના સાઈલીલા બિલ્ડિંગમાં આવેલા પાટીલના ઘરે મોડી રાત્રે 12.30થી 1 વાગ્યા દરમિયાન બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાદમાં પરિવારના સભ્યો તેને કૂપર હોસ્પિટલ લઈ ગયા હતા. તેની મેનેજર પરી નાઝે જણાવ્યું હતું કે મનોજની હાલત ઘણી ક્રિટિકલ છે.

મનોજ પાટિલે તાજેતરમાં જ ઓશિવરા પોલીસને એક પત્ર આપ્યો હતો જેમાં તેણે બોલીવૂડ અભિનેતા સાહિલ ખાન સામે સોશિયલ મીડિયામાં પોતાને બદનામ કરીને તેના વ્યક્તિગત જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવા બદલ પગલાં લેવાની માંગ કરી હતી.