રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, 6 મહિનાથી સિંગાપુરમાં ચાલી રહી હતી સારવાર

નવી દિલ્હી:| Last Modified શનિવાર, 1 ઑગસ્ટ 2020 (17:17 IST)

રાજ્યસભા સાંસદ અમર સિંહનું સિંગાપુરમાં નિધન થયું છે. સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અમર સિંહ ગત 6 મહિનાથી સિંગાપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. અમરસિંહ સમાજવાદી પાર્ટીના સંરક્ષક હતા.

ઉલ્લેખનીય છે કે સપા(એસપી)ના પૂર્વ નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા 6 મહિનાથી ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. એક સમય ઉત્તરપ્રદેશનના કદાવર નેતાઓમાં શામેલ એવા અમરસિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહેલા મુલાયમ સિંહના નિકટના વ્યક્તિઓમાંથી એક હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.


આ પણ વાંચો :