રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2023 (15:07 IST)

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા માટે આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણી લો ફી થી લઈને અન્ય ડિટેલ્સ

amarnath
Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યુ છે. ઓફલાઈ અને ઓનલાઈન મોડ પરથી રજીસ્ટ્રેશન શરૂ થશે.  ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યુ છે. ઓફલાઈન અને ઓનલાઈન મોડથી રજીસ્ટ્રેશન શરૂ થશે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે એક જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.  પહેલો જથ્થો 30 જૂનના રોજ જમ્મુથી રવાના થશે. યાત્રા અ અ વખતે 31 ઓગસ્ટ સુધી ચાલશે. 62 દિવસની યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સરકાર મજબૂત કરવામાં લાગી ચુકી છે.  જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યુ કે યાત્રાને સુગમ અને સરળ બનાવવા માટે સરકાર બધા પ્રકારની વ્યવસ્થા કરી રહી છે.   
 
અમરનાથ યાત્રા 2023 રજિસ્ટ્રેશન 
 
13 થી લઈને 70 વર્ષની વય સુધીના વ્યક્તિ અમરનાથ યાત્રા માટે પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. છ અઠવાડિયા કે તેનાથી વધુ દિવસની ગર્ભવતી મહિલાને અમરનાથ યાત્રા કરવાની પરમિશન નથી. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ   https://jksasb.nic.in  પર જઈ શકે છે. 
 
અમરનાથ યાત્રા માટે ટોલ ફ્રી નંબર 
 
નિયુક્ત બેંક શાખાઓની યાદી શ્રી અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ https://jksasb.nic.in પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, મુસાફરો ટોલ-ફ્રી નંબરો- 18001807198/18001807199 પર સંપર્ક કરી શકે છે.