શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 16 એપ્રિલ 2023 (17:30 IST)

Nandini Gupta- ફેમિના મીસ ઈન્ડિયાનો ખિતાબ જીતી નંદિની ગુપ્તા

રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી 19 વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. નંદિની દેશની 59મી મિસ ઈન્ડિયા તરીકે પસંદ થઈ છે. જ્યારે દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ બની હતી, જ્યારે મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ હતી. 
 
આ સિદ્ધિ પછી, નંદિની સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી ગ્રાન્ડ મિસ વર્લ્ડ સ્પર્ધાની 71મી આવૃત્તિમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કોટાની રહેવાસી નંદિનીએ બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી લીધી છે. નંદિની પોતાને રતન ટાટાથી પ્રભાવિત માને છે. આ સિવાય પ્રિયંકા ચોપરા પણ નંદિનીને ખૂબ પ્રભાવિત કરે છે.