રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 એપ્રિલ 2023 (13:03 IST)

પૂણે-મુંબઈ હાઈવે પર બસ ખીણમાં ખાબકી, 13નાં મોતની આશંકા

Pune-Mumbai highway accident- જૂના પૂણે-મુંબઈ હાઈવે પર શિંગ્રોબા મંદિર પાછળ એક ખીણમાં ખાનગી બસ પડી હતી. આ બસમાં 40થી 45 લોકો સવાર હતા.
 
બચાવદળના એક કર્મચારીએ પીટીઆઈને જણાવ્યું કે દુર્ઘટનામાં 13-14 લોકોનાં મોતની આશંકા છે.
 
કર્મચારીએ પણ શંકા કરી કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે.
 
દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બચાવાની કામગીરી ચાલુ છે.
 
તો સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.