શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 5 જુલાઈ 2017 (10:15 IST)

Viral Video - આ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખાવાની લત લાગી ગઈ છે

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક હ્રદયસ્પર્શી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ગૌમાતા પોતાના વાછરડા સાથે લારી પર પાણીપુરી ખાતી જોવા મળી રહી છે. 
 
વીડિયોમાં તમે જોઈ શકો છોકે ગાય માતા પોતાના વાછરડાની સાથે દુકાન પર ઉભી રહીને એ જ રીતે પાણીપુરી ખાઈ રહી છે જેવી આપણે ખાઈએ છીએ. આ બંને પાણીપુરી ખાતી જ નથી પણ તેમને હવે તેની લત લાગી ગઈ છે. જો એક વાર તેઓ પાણી પુરીની લારી પર ઉભી થઈ જાય તો ત્યા સુધી ત્યાથી હટતી નથી જ્યા સુધી પાની પુરી ખલાસ ન થઈ જાય.  આ વીડિયો ક્યાનો છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહી છે.