ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (20:08 IST)

ગૃહ મંત્રી અમિત શાહે આપી કોરોનાને માત, ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ

ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.  આ વાત તેમણે પોતે ટ્વીટ કરીને કરી હતી. તેમણે કહ્યું કે આજે મારી કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હુ ઈશ્વરનો આભાર માનુ છુ અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ આપીને મારો અને મારા પરિજનોને હિમંત આપી. એ બધાનો હ્રદયથી આભાર વ્યક્ત કરુ છુ. ડૉક્ટર્સની સલાહ પર હાલ થોડા દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહીશ. 
 
ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ હતુ કે તએ કોરોના પોઝીટિવ છે. તેમણે આ વાત ખુદ જ ટ્વીટ કરી માહિતી આપી હતી. આ દરમિયાન કહ્યુ હતુ કે તેમને કોઈ સ્વાસ્થ્યગત સમસ્યા નથી થઈ રહી પરંતુ તપાસ રિપોર્ટ પોઝિટિવ જોવા મળવાને કારણે તે થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. ત્યારબાદ તે મેદાંતા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.