શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જૂન 2020 (14:46 IST)

અમદાવાદમાં રથયાત્રા કાઢવા મુદ્દે બજરંગદળના પ્રમુખ સહિત 6ની અટકાયત

અમદાવાદમાં રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના અર્જુન ભગત આશ્રમ પર હાલ તેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,બજરંગદળે અમદાવાદમાં રથયાત્રા કાઢવાની ચીમકી ઉચ્ચારતા પોલીસ હરકતમાં આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા ન કાઢવાના આદેશ કરતાની સાથે AHPના પ્રમુખ નિકુંજ પારેખ, પ્રદેશ મંત્રી સહિત 6ને પોલીસે ડિટેઇન કર્યા છે. અર્જુન આશ્રમથી જગન્નાથ મંદિર રજૂઆત કરવા જવાના હોવાથી આશ્રમ પર બંદોબસ્ત ગોઠવાયો છે. મળતી માહિતી પ્રમાણે, આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદનાં રાષ્ટ્રીય બજરંગ દળનાં ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ નીકુંજભાઇ પારેખની રવિવારે મોડીરાત્રે 1 કલાકે ધરપકડ કરવામાં આવેલ છે જે જણાવ્યું નહોતું. નીકુંજભાઇ પારેખે રથયાત્રા નહી કાઢવા બાબતના હાઇકોર્ટનાં આદેશ સામે વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવી જ જોઇએ અને આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ રથયાત્રા કાઢવા માટે જગન્નાથ મંદીર ટ્રસ્ટને સમર્થન આપશે અને જેના માટે તારીખ 22.06.2020ના રોજ સવારે 10.30 કલાકે જગન્નાથ મંદીર ખાતે મિટીંગનુ આયોજન કરેલ છે. ઉપરાંત અર્જુન ભગત આશ્રમ, ચાંદલોડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ખડકકો કર્યો છે, અને કોઇપણ વ્યક્તિને આશ્રમની બહાર નીકળવા દેતા નથી અને અંદર આવવા દેતા નથી. ગુજરાત પોલીસ શા માટે આ કાર્યવાહી કરી રહી છે જે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા ઉપર રોક લગાવીને અને ગુજરાત પોલીસ દ્વારા અર્જુન ભગત આશ્રમ જેવા પવિત્ર સ્થાને કોઇપણ કારણો વિના પોલીસનો ખડકલો કરીને હિંદૂઓને ફરી મુગલ શાસનની યાદ અપાવી રહ્યા છે.