ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (11:21 IST)

Army Day 2021: 15 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે આર્મી ડે, જાણો આ વખતે શુ રહેશે ખાસ

15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ ખાસ છે.  ભારતીય સેના આ દિવસને આર્મી ડે તરીકે ઉજવે છે. ભારતીય સેના આજે પોતાનો 73 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે કેંટ, કેપિટલ, દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે આર્મી ડે પરેડનું આયોજન કરવામાં આવશે. આર્મી ચીફ જનરલ એમએમ નરવાણ પરેડની સલામી લેશે અને સૈનિકોને સંબોધન કરશે.
 
કેમ ઉજવાય છે આર્મી ડે 
 
15 જાન્યુઆરીના રોજ આર્મી ડે ઉજવવા પાછળ બે કારણ છે. પહેલુ એ છે કે 15 જાન્યુઆરી 1949ના દિવસથી જ ભારતીય સેના સંપૂર્ણ રીતે બ્રિટિશ  આર્મીથી સંપૂર્ણ મુક્ત થઈ ગઈ . બીજું, આ દિવસે જનરલ કે.એમ. કરિઅપ્પાને ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ બનાવવામાં આવ્યા હતા. આ રીતે લેફ્ટનન્ટ . કરિઅપ્પા લોકશાહી ભારતના પ્રથમ સૈન્ય વડા બન્યા. કે એમ કરિયપ્પા 'કીપ્પર' નામથી ખૂબ પ્રખ્યાત હતા.
 
કેએમ કરિયપ્પા પરેડ ગ્રાઉંડ પર કાર્યક્રમનુ આયોજન 
 
આ વિશેષ પ્રસંગે, સમગ્ર રાષ્ટ્ર સૈન્યના બહાદુર સૈનિકો, શહીદ સૈનિકોની શહાદતની અદમ્ય હિંમતને યાદ કરે છે. દેશભરની પરેડની સાથે સેનાની જુદી જુદી રેજિમેન્ટમાં પરેડ સાથે પ્રદર્શની પણ કાઢવામાં આવે છે.  આ વિશેષ પ્રસંગે, ફીલ્ડ માર્શલ કે એમ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પર આર્મી દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. .
 
કેવી રીતે ઉજવાય છે આર્મી ડે 
 
આ દિવસે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર બનેલ અમર જવાન જ્યોતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.  તેમજ શહીદોની વિધવાઓ  અથવા કુટુંબના સભ્યોને આર્મી મેડલ અને અન્ય એવોર્ડથી સન્માનિત કરવામાં  આવે છે. કોલકાતામાં ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારતીય સેનાની રચના 1776 માં કરવામાં આવી હતી. આજે ભારતીય સેનામાં 53 છાવણીઓ અને 9 સૈન્ય મથકો છે.