ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈંદોર , ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (21:07 IST)

ચરિત્ર પર શંકા જતા મહિલાની નાક, જીભ અને બ્રેસ્ટ કાપી.... મોઢામાં નાખ્યુ વેલણ

. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદા જંકશન શહેરમાં મંગળવારે મહિલા પર તેના પતિ, સાસુ અને અન્ય મહિલા સંબંધીઓએ ચરિત્રની શંકાના આધારે તલવાર વડે હુમલો કર્યો. મહિલાને રૂમમાં બંધ કરી અને તેનું નાક, જીભ અને સ્તનો કાપી નાખ્યા. પોલીસે બુધવારે સસરા અને માસી સાસુની ધરપકડ કરી છે. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જેલમાં મોકલવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.
 
મહિલાની હાલત નાજુક છે
 
આ મહિલા ગંભીર હાલતમાં ઈંદોરની મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. નાગડા પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે રાધાબાઈને પતિ રાજેશ ચંદ્રવંશી, સસરા સીતારામ, સાસુ ગેંદાબાઈ, માસી સાસુ કલાબાઈએ રૂમમાં બંધ કરી હતી અને તલવાર વડે હુમલો કર્યો હતો. આરોપીએ તેના મોઢામાં વેલણ પણ ઠુસી દીધું જેથી તે ચીસો પાડી ન શકે. આ પછી તેને ઇજાગ્રસ્ત હાલતમાં ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ગુનો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસને બાતમી મળી હતી, ત્યારે રાધાબાઈને ગંભીર હાલતમાં ઈન્દોર રેફર કરાઈ હતી. પોલીસે રાજેશ, સીતારામ, ગેંદાબાઈ, માસી સાસુ કલાબાઈ વિરુદ્ધ ગુનો નોંધી સીતારામ અને કલાબાઈની ધરપકડ કરી છે.
 
15 વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં
 
ઈજાગ્રસ્ત મહિલાના લગ્ન રાજેશ સાથે 15 વર્ષ પહેલા થયા હતા. તેને બે પુત્રો છે. રાજેશ એક ટ્રક ડ્રાઈવર છે અને મોટાભાગે ઘરની બહાર રહે છે. ચરિત્ર શંકાના કારણે ઘણા દિવસોથી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો. આ અગાઉ મહિલાએ બિરલાગ્રામ સ્ટેશન પર પણ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
 
થોડા દિવસ પહેલા જ મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. સીધી જિલ્લાના એક ગામમાં ચાર શખ્સોએ મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને તેના પ્રાઈવેટ ભાગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. જેને કારણે તેના પ્રાઈવેટ પાર્ટના આંતરડા ગંભીર ઘવાયા હતા. . કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીડિતાને અન્ય નિર્ભય ગણાવી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યું ... 'વધુ એક નિર્ભયા! ક્યા સુધી થતો રહેશે નારી પર અત્યાચાર.