શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (20:57 IST)

આ કંપની Netflix જોવા અને Pizza ખાવાના કામ માટે આપી રહી છે સેલેરી

દરેક ઓફિસમાં કામ કરવાના પૈસા મળે છે એ તો તમે સાંભળ્યુ હશે પણ શુ તમે સાંભળ્યુ છે કે કોઈ કંપની ફિલ્મ જોવા અને પિજ્જા ખાવના પૈસા આપે. તમને આ વાત પર હસવુ આવતુ હશે પણ આ સત્ય છે. એક અમેરિકી કંપની લોકોને એક એવી જૉબ ઓફર કરી રહી છે જેમા કર્મચારીએ Netflix જોવાનુ છે અને Pizza ખાવાનો છે.  આ મજેદાર કામ માટે કંપની સારી એવી સેલેરી પણ આપી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે એક અમેરિકન બોનસફાઇન્ડર લીગલ ગૈમ્બલિંગ સાઈટ માટે સૌદાની સમીક્ષા અને ઓફર કરે છે. તેને હવે એક પ્રોફેશનલ વાચરની જરૂર છે અને આ જ એક પ્રકારની જોબ ઓફર કરી રહી છે. 
 
બોનસફાઇન્ડર નામની આ વેબસાઇટએ જણાવ્યું છે કે 2021 માં જેવુ જ લોકડાઉન સમાપ્ત થશે કે તેઓ એક નવી નોકરીની ઓફર કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ આ વર્ષે ખુશીઓ શેયર કરવા માંગે છે.
 
તેમણે આગળ લખ્યું છે કે 9 ફેબ્રુઆરી એ વર્લ્ડ પિઝા ડે છે અને આ દિવસે એક ભાગ્યશાળી નોકરિયાતને પિજ્જા ખાવા માટે અને ત્રણ નેટફ્લિક્સ શો જોવા માટે  $ 500 આપવામાં આવશે, આ જોબ ઓફર સોશિયલ મીડિયા પર છવાઈ છે. લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે નોકરી હોય તો આવી.