બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 24 ઑગસ્ટ 2019 (17:58 IST)

Arun Jaitley passes away: - BJP ના થિંક ટૈક હતા અરુણ જેટલી, જાણો તેમના વિશે 10 વાતો

ભારતીય જનતા પાર્ટીના થિંક ટૈકના રૂપમાં જાણીતા અરુણ જેટલીએ દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી આંદોલન પરથી પોતાની રાજનીતિક ઓળખ બનાવી અને લગભગ ચાર દસકા સુધી ભારતીય રાજનેતિમાં છવાયેલા રહ્યા.  આ ઉપરાંત તેમણે નાણાકીય મંત્રીના રૂપમાં દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા પ્રદાન કરી. 
 
જાણો તેમના વિશે 10 વાતો 
 
1. 28 ડિસેમ્બર 1952ના રોજ નવી દિલ્હીમાં જન્મેલા જેટલી એક ચર્ચિત વકીલ રહેવા ઉપરાંત સંસદમાં સરકારના સંકટ મોચક વક્તાના રૂપમાં પણ ઓળખાતા હતા. 
 
2. વર્ષ 1974માં દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘના અધ્યક્ષના રૂપમાં ચૂંટાયા પછી તેમણે કટોકટી દરમિઅયન જેલમાં પણ રહેવુ પડ્યુ અને ત્યારબાદ ધીરે ધીરે તેઓ રાજનીતિની સીડીઓ ચઢ્તા ટોચ પર પહોંચય. તેમને કેન્દ્ર સરકારના અનેક મુખ્ય મંત્રાલયોનો પ્રભાર સંભાળ્યો અને વર્ષ 2014થી 2019 સુધી ભારતના નાણા અને કોર્પોરેટ મામલાના મંત્રી રહ્યા 
 
3. જેટલીએ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની સરકારમાં નાણા, રક્ષા, કોર્પોરેટ, વાણિજ્ય અને ઉદ્યોગ, કાયદા અને ન્યાય સાથે સંબંધિત મંત્રાલયોનો પ્રભાર સાચવ્યો હતો. તે વર્ષ 2009થી 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા. તેમણે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ અધિવક્તાના રૂપમાં પણ યોગદાન આપ્યુ.  તેમણે આ વર્ષે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સત્તામાં પરત આવ્યા પછી પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે શ્રી મોદીના મંત્રીમંડળમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો. 
 
4. પૂર્વ નાણાકીય મંત્રી વર્ષ 1991 થી જ ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હતા. તે વર્ષ 1999ના લોકસભા ચૂંટણી પહેલા ભાજપાના પ્રવક્તા હતા. તેમણે વર્ષ 1999માં ભાજપાના નેતૃત્વવાળી રાજગના સત્તામાં આવ્યા પછી સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા.  તેમણે રોકાણ રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. 
 
5. જેટૅલીને 23 જુલાઈ 2000ના રોજ કાયદા, ન્યાય અને કંપની મામલાના મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો. તેમણે આ વધારાનો પ્રભાર એ સમયના કાયદા ન્યાય અને કંપની મામલાના મંત્રી રામ જેઠમલાણીના રાજીનામા પછી સોંપવામાં આવ્યો હતો. 
 
6. પૂવ કેન્દ્રીય મંત્રીએ વર્ષ 1957થી 69 સુધી દિલ્હીના સેટ જેવિયર્સ સ્કુલમાં અભ્યાસ કર્યો. તેમણે વર્ષ 1973માં નવી દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી સ્નાતક કર્યુ અને વર્ષ 1977માં દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથે જ એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી. 
 
7.જેટલી 70ના દસકામાં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા હતા અને 1974માં દિલ્હી વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના અધ્યક્ષ બન્યા. તેમણે વર્ષ 1975-77 ના કટોકટી દરમિયાન 19 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. 
 
8. પૂર્વ નાણાકીય મંત્રી વર્ષ 1973માં રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ આંદોલનના એક પ્રમુખ નેતાના રૂપમાં ચર્ચામાં આવ્યા. તેઓ નારાયણ દ્વારા ગઠિત નેશનલ કમિટી ફોર સ્ટુડેંટ્સ એંડ યુથ ઓર્ગેનાઈઝેશનના સંયોજક પણ રહ્યા અને નાગરિક અધિકારો સાથ સંબંધિત આંદોલનમાં પણ સક્રિય હતા. જેલમાંથી મુક્ત થયા પછી તેઓ જનસંધમાં સામેલ થઈ ગય.ા 
 
9. જેટૅલીએ વર્ષ 1982માં જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાણાકીય મંત્રી ગિરધારી લાલ ડોગરની પુત્રી સંગીતા સાથે પરિણય સૂત્રમાં બંધાયા હતા. શ્રી જેટલીના પરિવારમાં પત્ની, પુત્ર રોહન અને પુત્રી સોનાલી છે. 
 
10 જેટૅલીનુ શનિવારે અહી અખીલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં નિધન થઈ ગયુ. તેઓ 67 વર્ષના હતા.