ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: આસામ: , બુધવાર, 3 જાન્યુઆરી 2024 (09:37 IST)

Assam News : પિકનિક જઈ રહેલ બસ અને ટ્રકની ટક્કર, 14ના મોત, 27 ગંભીર રીતે ઘાયલ

Assam News
Assam News


- આસામના ડેરગાંવમાં 45 લોકોને લઈને જતી બસ એક ટ્રક સાથે અથડાઈ
- પિકનિક પાર્ટી માટે આઠખેલિયાથી બાલીજાન જતી બસનો અક્સ્માત 

 
Assam Accident -  3 જાન્યુઆરી, બુધવારે સવારે લગભગ 5 વાગ્યે, આસામના ડેરગાંવમાં 45 લોકોને લઈને જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ 14 લોકોના મોત થયા છે અને 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે બસ અને ટ્રકની ટક્કરથી આ અકસ્માત થયો હતો. બસમાં કુલ 45 લોકો સવાર હતા જેઓ પિકનિક પાર્ટી માટે આઠખેલિયાથી બાલીજાન જઈ રહ્યા હતા.
 
પોલીસે જણાવ્યું હતું કે બસ બપોરે 3 વાગ્યે પિકનિક પાર્ટી માટે નીકળી હતી અને તે તેના ગંતવ્ય સ્થાને પહોંચવા જતી હતી ત્યારે માર્ગેરિટા તરફથી આવતી કોલસા ભરેલી ટ્રક બસ સાથે અથડાઈ હતી.