બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 જુલાઈ 2020 (20:31 IST)

જય શ્રી રામ - આટલી સુંદરતાથી સજી રહ્યુ છે પ્રભુ શ્રીરામજીની અયોધ્યા... આ કેસરિયા રંગ જ અદ્દભૂત છે....

અયોધ્યાનુ રામ મંદિર ... જેના નિર્માણની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યુ છે.  જ્યા રામનો જન્મ થયો હતો તેમની એ જન્મભૂમિમાં તેમના મંદિરને બનવાને લઈને એક લાંબો વિવાદ ચાલ્યો હતો.  જેથી ભારતમાં જ નહી દુનિયામાં પણ તેની ચર્ચા છે. રામ મંદિરના નિર્માણ પહેલા તેનુ ભૂમિ પૂજન થવાનુ છે જેને લઈને અયોધ્યાને સજાવવામાં આવી રહ્યુ છે. આ તસ્વીરો જોઈને દરેકને જરૂર મન થશે કે અયોધ્યા જવુ જોઈએ. પરંતુ હાલ કોરોનાને કારણે ઘરમાં રહેવુ જ સુરક્ષિત છે. 
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિપૂજન કરવામાં આવશે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના ટ્રેઝરર ગોવિંદ દેવ ગિરીએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન સામાજિક અંતરનું પાલન કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ વડા પ્રધાન 5 ઓગસ્ટે સવારે 11 થી બપોરે 1.30 વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે. આ દરમિયાન તેઓ ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યાં હાજર સંત સમાજને પણ સંબોધન કરશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા આંદોલન સાથે સંકળાયેલા અગ્રણી સંતો અને નેતાઓને પણ ભૂમિપૂજન કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા વગેરેનો સમાવેશ થાય છે. સંઘના વડા મોહન ભાગવત પણ અયોધ્યા આવે એવી શક્યતા છે.