રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (21:07 IST)

'બચપન કા પ્યાર' ફેમ સહદેવ અકસ્માતમાં ઘાયલ, માથામાં થઈ ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ

‘બસપન કા પ્યાર’ ગીતથી જાણીતો થયેલો છત્તીસગઢી બોય સહદેવ દિરદો મંગળવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયો. તે શબરી નગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયો. એવુ બતાવાય રહ્યુ છે કે સહદેવના માથા પર ગંભીર રૂપે વાગ્યુ છે. ત્યારબાદ સહદેવને જગદલપુર રેફર કરવામાં આવ્યો છે. દુર્ઘટનાની સૂચના મળતા જ કલેક્ટર વિનીત નંદનવાર પહોંચ્યા. જીલ્લા  ડોક્ટરો સાથે ચર્ચા કરી. બીજી બાજુ એસપી સુનીલ શર્મા પહોંચ્યા. તેમણે પણ જીલ્લા હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કરીને તેના હાલ જાણ્યા.  એસપીના નિર્દેશ પર એએસપી ઓમ ચંદેલે જગદલપુરમાં ન્યુરોલોજિસ્ટ સાથે ચર્ચા કરી. 

 
બાદશાહે બનાવ્યું રિમિક્સ 
 
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના રહેવાસી સહદેવનું 'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. નક્સલ પ્રભાવિત વિસ્તાર પેંદલનાર સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા 26 જાન્યુઆરીની તૈયારીઓ દરમિયાન સહદેવ દ્વારા આ ગીત ગાયું હતું. સ્કૂલમાં તેના દ્વારા ગવાયેલા આ ગીત પર ઘણા લોકોએ રીલ બનાવી છે. પ્રખ્યાત રેપર બાદશાહે પણ સહદેવના આ ગીતનું રિમિક્સ વર્ઝન તૈયાર કર્યું છે. આ વીડિયોમાં બાદશાહ સાથે સહદેવ પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સહદેવના આ ગીત પર ઘણા સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવી છે.
 
સીએમ સાથે પણ જોવા મળ્યો 
 
સહદેવની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે પણ અનેક પ્રસંગોએ દેખાયો છે. મુખ્યપ્રધાન બઘેલ સાથેનો સહદેવનો અન્ય એક વીડિયો પણ ઘણો લોકપ્રિય થયો હતો. આ વીડિયોમાં સહદેવ કહે છે, 'છત્તીસગઢ કે દો લોગ ફેમસ હૈ. એક હમાર કક્કા ઔર એક હમ'