મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (10:53 IST)

પતિના આવવાથી યુવતીઓનુ ધ્યાન ભટકે છે તેથી ફક્ત અનમેરિડને એડમિશન - તેલંગાના સરકારનો વિવાદાસ્પદ નિર્ણય

તેલંગાના સરકારે કહ્યુ છે કે ફક્ત કુંવારી મહિલા કેંડિડેટ જ કોલેજોમાં એડમિશન લઈ શકે છે. એક નોટિફિકેશન દ્વારા સરકારે સોશિયલ વેલફેયર રેજિડેંશિયલ વુમેન ડિગ્રી કોલેજોના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે આ વાત કરી છે. આ કોર્સમાં બીએ, બી.કોમ, બીએસસીનો સમાવેશ છે. 
 
સરકારનું માનવુ છે કે પરણેલી મહિલા કોલેજોમાં ભટકાવે છે. ટીઓઈની રિપોર્ટ મુજબ આ વિચિત્ર નિયમ છેલ્લા એક વર્ષથી લાગૂ છે. 23 આવાસી કોલેજોમાં લગભ્ગ 4 હજાર સીટો પર એડમિશન આ નિયમથી થાય છે. આ કોલેજોમાં મહિલા કેંડિડેતને બધી વસ્તુઓ મફત આપવામાં આવે છે. 
 
પતિ કરે છે કોલેજ વિઝિટ 
 
તેલંગાના સોશિયલ વેલફેયર રેજિડેંશિયલ એજ્યુકેશન ઈંસ્ટ્રીટ્યૂશન્સ સોસાયટીએ આ આદેશ આપ્યો છે. સોસાયટીના કંટેટ મેનેજર બી વેંકટ રાજૂએ મીડિયાને જણાવ્યુ છે કે આવુ તેથી કરવામાં આવ્યુ છે કે પરણેલી મહિલાઓને એડમિશન આપવા પર તેમના પતિ પણ કોલેજ વિઝિટ કરે છે. તેનાથી બાકી મહિલાઓનુ ધ્યાન ભટકી શકે છે. 
 
જ્યારે સોસાયટીના સેક્રેટરી આરએસ પ્રવિણે કહ્યુ કે રહેવાસી કોલેજોનો હેતુ એ હતો કે બાલવિવાહ થંભી શકે. તેથી અમે પરણેલી યુવતીઓને પ્રોત્સાહિત નથી કરતા. જો કે તેમણે આ વાત ઉમેરી કે જો કોઈ પરણેલી મહિલા એડમિશન માટે સંપર્ક કરે છે તો તેને ના નહી કહેવામાં આવે.  પણ આ વાત નોટિફિકેશન સાથે મેચ નથી કરતી. 
 
એક્ટિવિસ્ટ નોટિફિકેશનનો વિરોધ કરી રહી છે અને તેને પરત લેવાની માંગ પણ ઉઠવા માંડી છે.