શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2024 (09:15 IST)

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે એક યુવતીનો આરોપૢ યુવતીના કહેવા પ્રમાણે જીત પાબારી આરોપ છે કે 'મારી સગાઈ થઈ ગઈ હતી, બાદમાં બે ત્રણવાર તે છોકરાએ મારી સાથે બળજબરી પણ કરી છે. હવે તે છોકરાએ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને પોલીસ પણ ફરિયાદ લઈ રહી નથી''
 
તે પછી ચેતેશ્વર પુજારાએ પીડિતાના ઘરે ધમકી આપી હોવાનો પણ આરોપ
 
પીડિત મહિલાના જણાવ્યા મુજબ 2014માં સોશિયલ મીડિયાના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યા હતા. 2014થી અનેક વખત દુષ્કર્મ આચાર્યુ હોવાનો પીડિતાએ આરોપ પણ મુક્યો છે.

09:12 AM, 26th Nov
ગુજરાતની હેરિટેજ સાઇટ ટુરિઝમ નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે

adalaj vav
મોઢેરા, રાણી અને અડાલજ પણ પ્રવાસીઓની પસંદગી બની રહ્યા છે
મોઢેરાનું સૂર્ય મંદિર, રાની કી વાવ અને અડાલજ કી વાવ જેવા રાજ્યના કેટલાક અન્ય હેરિટેજ સ્થળો પણ લાખો પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે. રાજ્ય સરકારે પણ અહીં ₹20 કરોડ, ₹18 કરોડ અને ₹5 કરોડનો ખર્ચ કરીને વિવિધ પ્રવાસન સુવિધાઓ વિકસાવી છે.

ધોળાવીરા યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ પ્રખ્યાત વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે.

Dholavira
આ જ કારણ છે કે ગયા વર્ષની સરખામણીમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. 2022-23માં અહીં પ્રવાસીઓની સંખ્યા 3 લાખ 78 હજાર, 3 લાખ 52 હજાર, 3 લાખ 72 હજાર હતી. જ્યારે 2023-24માં આ સંખ્યા 3 લાખ 81 હજાર, 3 લાખ 83 હજાર અને 3 લાખ 86 હજાર થશે.

09:03 AM, 26th Nov
Cold wave

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી અને ડીસામાં 15.4 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, ભુજમાં 16 ડિગ્રી અને ભૂજમાં 16 ડિગ્રી નોંધાયું હતું. દમણ 20.4 ડિગ્રી રહ્યું હતું. ગુજરાતના લોકોના પ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં પણ સતત વધઘટ થઈ રહી છે.

08:54 AM, 26th Nov
અમદાવાદના ધોલેરાની પાસે ભાવનગરથી અમદાવાદ જવા નીકળેલી બસ ટ્રાવેલ્સ તન્ના ટ્રાવેલ્સના ડ્રાઈવરે ધોલેરા હાઈ- વે પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો અને બસ ખાડામાં ઉતરી ગઈ. સદ્દનસીબે આ ઘટનામાં બસમાં સવાર પાંચેક મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા