બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2024 (12:55 IST)

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પાસે વિજય પ્લોટમાં રહેતા દેવરાજ કનકભાઈ કારેલિયા ઉ.વર્ષ.11 સવારે પોતાનાં ઘર બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો. તે દરમ્યાન અચાનક જ દેવરાજ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ દેવરાજનાં પિતાએ હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું. જે બાદ આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા દેવરાજને તાત્કાલીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર દર્દીએ દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

11:51 AM, 25th Nov
 
વિશ્વની સૌથી નાની ગાય અમરેલી પંથકની ગૌશાળાની બની મહેમાન, જાણો તેની ખાસીયત વિશે
સૌરાષ્ટ્રમાં પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાય સૌથી મોખરે છે, ગુજરાતમાં ગીર, કાંકરેજ, દેશી અને એચએફ અને જર્સી બ્રિડની ગીર ગાય જોવા મળે છે. આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં પ્રથમ વાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પૂંગનુર ગાયનું આગમન થયું છે. 
 
વિશ્વમાંથી ધીરેધીરે લુપ્ત થઈ રહેલી પુંગનુર ઔલાદની ગાયનું આગમન થયું છે. જેને આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી છે. અહીં 37 જેટલી ગીર ગાયો સાથે આ પુંગનુર ગાયને રાખવામાં આવી છે અને તેનો ખુબ સાવચેતી પૂર્વક ઉછેર અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ આ ગાયની પ્રજાતિને વિકસીત કરવાના હેતુથી વેંચવામાં આવશે.
 
 

11:48 AM, 25th Nov
સુરતમાં દુકાનની આડમાં ધમધમતું દેહ વ્યાપાર
 સુરતના વરાછા વિસ્તારમાંથી ફરી એક વાર કૂટણખાનું
 દુકાનની આડમાં ચાલતાં દેહવ્પાયારના ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને
. રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવી હતી.