મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (21:25 IST)

ચીનની વધશે મુશ્કેલીઓ... G-7 પહેલા લીક દસ્તાવેજોમાં દાવો - સભ્ય દેશ કોરોનાની ઉત્પતિની ફરીથી કરશે તપાસ ઉઠાવશે માંગ

11-જૂન ની વચ્ચે બ્રિટનના કાર્નિવાલમાં  G-7 સમિટ યોજાનાર છે. સમિટની શરૂઆત પહેલા મીટિંગ માટે બનાવવામાં આવેલ સરકારી ડ્રાફ્ટ લીક થયાના સમાચાર છે. લીક થયેલા ડ્રાફ્ટ મુજબ આ મીટિંગમાં ચીનની મુશ્કેલીઓ વધવાની છે. લીક થયેલા ડ્રાફ્ટ મુજબ G-7  સમિટમાં ભાગ લેનારા નેતાઓ World Health Organization (WHO) ની સામે કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને પારદર્શી તપાસની માંગ ઉઠાવશે.
 
G-7માં સામેલ - કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસના નેતાઓ બ્રિટનમાં એક જગ્યાએ ભેગા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ બ્રિટનના સ્પેશ્યલ ગેસ્ટના રૂપમાં આ સમિટમાં ભાગ લેવાનુ આમંત્રણ મળ્યુ છે. પણ મહામારીને કારણે તેમની યાત્રા હાલ રદ્દ કરવામાં આવી છે. જો કે 12 અને 13 જૂને પ્રધાનમંત્રી વર્ચુઅલી સમિટમાં ભાગ લેશે.  જે દસ્તાવેજ લીક થયો છે તેના આધાર પર  'Bloomberg News'  એ કહ્યુ કે જી-7 ના નેતા આ સમિટ દરમિયાન કોરોના વાયરસ બિલકુલ નવા અને પારદર્શી રિસર્ચ કરવાની માંગ કરશે.