ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (10:52 IST)

Bihar: બિહારના ભાગલપુરમાં બોમ્બ બ્લાસ્ટમાં 7 લોકોના મોત, 5 લોકોની હાલત ગંભીર, 4 ઘર સંપૂર્ણ રીતે જમીનદોસ્ત

બિહારના ભાગલપુરમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb blast in Bhagalpur)માં 7 લોકોના મોત થઈ ગયા છે. અહી જીલ્લાના તતારપુર પોલીસ ક્ષેત્રના કાજવલીચક યતીમખાના પાસે ભીષણ બ્લાસ્ટ થયા બાદ સાત લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કે 12 થી વધુ લોકો ઘાયલ થઈ  ગયા છે. મરનારાઓમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ છે. બ્લાસ્ટ ગુરૂવારે મોડી રાત્રે થયો છે.  વિસ્ફોટ એટલો જોરદાર હતો કે  4  એકદમ જમીનદોસ્ત થઈ ગયા છે. આ સાથે જ અનેક બીજા ઘરોને પણ નુકશાન પહોંચ્યુ છે.  જેસીબી લગાવીને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. જેસીબી લગાવીને કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં 5ની હાલત ગંભીર બતાવાય રહી છે. 


વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોએ ધડાકાનો અવાજ 5 કિલોમીટર સુધી સાંભળ્યો હતો. તો બીઝી બાજુ દારૂખાનાની ગંધ સ્ટેશન ચોક સુધી લોકોએ અનુભવી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે કેટલાક કલાકો સુધી હવામાં ગનપાઉડરની ગંધ રહી હતી