રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (11:49 IST)

દેશમાં ચોથી લહેરની તારીખ જાહેર- ચોથી લહેરનુ કારણ બની શકે છે આ સબ-વૈરિએંટ ? વૈજ્ઞાનિકોની ચેતાવણી - ડેલ્ટાના ટક્કરનો આ છે નવો ખતરો

ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ભલે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, તેમ છતાં વૈજ્ઞાનિકો તેના સબ વેરિઅન્ટના વધતા જોખમને લઈને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. 
 
એક્સપર્ટનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવી શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી રહી શકે છે. કેટલાક અભ્યાસોએ એવો દાવો કર્યો છે કે ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2, પેરેંટ વેરિઅન્ટ કરતાં અનેકગણું વધુ સક્રમિત હોઈ શકે છે અને તે લોકોને સક્રમણને કારણે ગંભીર બીમારીના જોખમમાં પણ મૂકે છે. આ સંકટને ધ્યાનમાં રાખીને, રોગચાળાના નિષ્ણાતોએ તેને 'વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન'માં અપગ્રેડ કરવાની અપીલ કરી છે