ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 28 મે 2019 (14:55 IST)

મોદીની રાજનીતિક કૂટનીતિ - BIMSTEC દેશોને બોલાવીને મોદીએ એક કાંકરે માર્યા બે પક્ષી પાકિસ્તાન અને ચીન

નરેન્દ્ર મોદી 30 મે ના રોજ બીજીવાર પ્રધાનમંત્રી પદની શપથ લેશે. અગાઉની જેમ આ વખતે પણ મોદીના શપથ ગ્રહણમાં અનેક દેશના રાષ્ટૃરાધ્યક્ષ મહેમાન બનીને આવશે.  2014માં મોદીએ સાર્ક દેશોના નેતાઓને શપથગ્રહણમાં બોલાવ્યા હતા તો આ વખતે બિમ્સટેક દેશોને આમંત્રણ મોકલ્યુ છે. પણ ખાસ વાત એ છે કે આ વખતે પાકિસાનને આમંત્રણ નથી આપવામાં આવ્યુ.  જ્યારે કે 2014માં મોદીએ તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફને આમંત્રણ આપ્યુ હતુ.  એટલે કે આ વખતે ભારતના પડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષ મોદીની શપથમાં તો આવશે પણ ઈમરાન ખાન નહી આવે. 
 
ભારતે કિર્ગિસ્તાનના રાષ્ટ્રાપતિ અને મૉરીશંસના પ્રધાનમંત્રીને પણ શપથ સમારંભમાં સામેલ થવાનુ આમંત્રણ આપ્યુ છે પણ પાકિસ્તાનથી કોઈ નહી.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુભેચ્છા આપીને એ કોશિશ કરી હતી કે શપથ ગ્રહણ સમારંભમાં તેમને પણ બોલાવવામાં આવે પણ આવુ થયુ નથી. નવી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે ગોલી અને બોલી એક સાથે નહી. 
 
ચીનને છોડીને એશિયાનો દરેક એ દેશ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે જેની સાથે ભારતની સરહદ જોડાયેલ છે પણ પાકિસ્તાન નહી હોય.   પાકિસ્તાન ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી પણ સીઝફાયરનુ ઉલ્લંઘન કરતુ રહ્યુ. રાષ્ટ્રપતિ 30 મે ની સાનેજ 7 વાગ્યે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય કેબિનેટના બીજા સભ્યોને રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાની શપથ અપાવશે પણ સવાલ એ છે કે બિમસ્ટેક દેશોને કેમ બોલાવાયા અને કેમ ખાસ છે બિમસ્ટેક ભારત માટે. 
 
પીએમ મોદીએ પાકિસ્ત્કાનને પોતાના શપથગ્રહણ સમારંભથી દૂર રાખીને પડોશી દેશને સંદેશ પણ આપ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એ પણ અહેસસ અપાવવાની કોશિશ કરે છે કે ભારત આ પડોશી દેશને અલગ-થલગ નથી કરવા માંગતુ તેથી ખૂબ સમજી વિચારીને બિમસ્ટેક દેશને મોકલ્યુ આમંત્રણ 
કૂટનીતિક રૂપથી આ યોગ્ય પગલુ ઉઠાવ્યુ.૱  પાકિસ્તાનને છોડીને બાકી સાર્ક દેશોને બોલાવવાનો સારો વિકલ્પ બિમસ્ટેક જ હતો. 
 
બિમસ્ટેકનો મતલબ બે ઓફ બંગાલ ઈનીશિએટિવ ફૉર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એડ ઈકોનોમિક કો-ઓપરેશન થાય છે. મતલબ બંગાળની ખાડીમાં વસેલા દેશ જેમની સરહદ ભારતની આસપાસ છે. બાંગ્લાદેશ, ભારત, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાંમાર, થાઈલેંડનો તેમા સમાવેશ છે. 
 
ભારત માટે આ દેશ તેથી ખાસ છે કારણ કે ભારતીય કંપનીઓને એક ખૂબ મોટો બજાર મળે છે અને ફક્ત વેપાર જ નહી ચીનને વધતી શક્તિઓથી આ બધા દેશ પરેશાન છે અને ભારત આ સૌની સાથે સારા સંબંધો બનાવીને બંગાળની ખાડીમાં પોતાની મજબૂત સ્થિતિ બનાવવા માંગે છે. આમ પણ ચીન સાથે ભારતની પણ કોઈ સારી દોસ્તી નથી. કારણ કે ચીન પણ સીમાઓને લઈને લઈને અનેકવાર ભારતને પરેશાન કરી ચુક્યુ છે. 
 
દરેક વષે બિમસ્ટેકનુ સંમેલન થાય છે અને એ નક્કી થાય છે કે આર્થિક અને તકનીકી રૂપથી એક બીજાનો સહયોગ કરીશુ. મોદીની પ્રચંડ જીતને દુનિયાએ આ વખતે પણ સલામ કરી છે. 2014માં મોદી જ્યારે પહેલીવાર પીએમ બન્યા તો સાર્કના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને બોલાવ્યા હતા.  પડોશીઓનુ મહત્વ નરેન્દ મોદી સારી રીતે જાણે છે.  તેનુ આનાથી વધુ સારુ ઉદાહરણ શુ હોઈ શકે કે જ્યારે મોદી કોઈ દેશમાં પહોંચે છે તો ત્યાના રાષ્ટ્રાઘ્યક્ષ પ્રોટોકૉલ પણ તોડી નાખે છે.