ચૂંટણી પુરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાન પર  
                                       
                  
                  				  આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિમંતોમાં વધારો થવાને કારણે સતત છઠ્ઠા દિવસે મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં તેજી નોંધવમાં આવી. લોકસભા ચૂંટણી પૂરી થયા પછીથી લઈને અત્યાર સુધી દિલ્હીમાં પેટ્રોલની કિમતમાં 84 પૈસાનો વધારો થઈ ચુક્યો છે. જ્યારે કે આ સમયમાં ડીઝલ 73 પૈસા મોંઘુ થઈ ચુક્યુ છે. 
				  										
							
																							
									  
	 
	મંગળવારે પેટ્રોલની કિમંતમાં 9 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો. જ્યારબાદ અહી પેટ્રોલનો ભાવ 71.86 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને કારણે છેલ્લા કેટલાક સમયથી કંપનીઓએ ભાવ વધારો રોકી રાખ્યો હતો 
				  
	 
	 
	ચેન્નઈમાં મંગળવારે પેટ્રોલની કિમંત પ્રતિ લીટર 74.59  રૂપિયા, કલકત્તામાં 73.92 રૂપિયા અને મુંબઈમાં 77.47 રૂપિયા રહી. મંગળવારે ચેન્નઈમાં ડીઝલની કિમંત પાંચ પૈસાની તેજી સાથે 70.50 રૂપિયા, કલકત્તામાં 68. 45 રૂપિયા અને મુંબઈમાં 69.88 રૂપિયા પ્રતિ લીટર રહી.