સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 મે 2019 (14:52 IST)

સુરતમાં ફરીવાર એક દુર્ઘટનાઃ નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી પડતા પાંચ મજૂર દબાયા, એકનું મોત

Gujarat samachar
વેસુ ભરથાણા રોડ ઉપર એક નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી તૂટી પડતા પાંચ જેટલા મજૂર દબાઈ ગયા હતા. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. દીવાલ નીચે દબાયેલા બેને મજૂરને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં એકને મૃત જાહેર કરાયો હતો. જ્યારે અન્ય મજૂરોની જેસીબીથી માટી હટાવી શોધખોળ ચાલી રહી છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, એટલાન્ટા એલિટા નામના કોમ્પ્લેક્ષની કાચી દીવાલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.એટલાન્ટા એલિટા નામના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 15થી 16 મજૂરો કામ કરતા હતા. 8થી 10 ભાગીને બહાર નીકળી ગયા હતા. પાંચ જેટલા પર માટીની દીવાલનો ભાગ પડ્યો હતો. તમામ મજૂર બિહારના હતા અને 19 દિવસથી કામ કરતા હતા. જે પૈકી ગુટલી શભૂલા શર્મા  ઉમા ટુકુઈ શર્મા માટીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઉમા શર્માને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.