સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 મે 2019 (12:43 IST)

સુરતમાં હાર્દિક ઉપવાસ પર બેસે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી

કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સોમવારે સવારે ધરણાં પર બેસવાનો છે એવી માહિતીને આધારે પોલીસે તેને લસકાણાં પાસેથી દબોચી લીધો હતો અને પોલીસ જાપ્તા સાથે ખાનગી જગ્યાએ લઇ જવામાં આવ્યો છે. એસીપી સી.કે. પટેલે કહ્યું હતું કે હાર્દિક પટેલને રેલીની મંજૂરી નહોતી મળી છતા તે ઘટના સ્થળે ઉપવાસ પર બેસવા જઇ રહ્યો છે એવી માહિતી મળી હતી જેને કારણે અમે તેને લસકાણા પાસેથી હાર્દિક કારમાં જઇ રહ્યો ત્યાં જ પકડી લીધો હતો. અત્યારે તેને પોલીસ બંદોબસ્ત સાથે ગુપ્ત જગ્યાએ લઇ જવાયો છે.
સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે આગની ઘટનામાં 20 બાળકોના મોત થયા હતા. રવિવારે હાર્દિક પટેલ સુરત આવ્યો હતો અને મેયર જગદીશ પટેલને સસ્પેન્ડ કરવાની માગ કરીને 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો સરકાર પગલાં નહીં ભરે તો ઉપવાસ કરવાની હાર્દિકે ચીમકી આપી હતી,પોલીસે શહેરની શાંતિ અને સલામતી ન જોખમાય તેના માટે હાર્દિકની અટકાયત કરી લીધી હતી