સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated :સુરેન્દ્ર નગર , શુક્રવાર, 19 એપ્રિલ 2019 (12:43 IST)

ગુજરાતના સુરેન્દ્ર નગરમાં ચૂંટણી સભામાં હાર્દિક પટેલને પડી થપ્પડ

સુરેન્દ્ર નગર. ગુજરાતના સુરેન્દ્રનગરના બઢવાનમાંચૂંટણી સભા કરી રહેલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને એક વ્યક્તિએ થપ્પડ મારી દીધી. હાર્દિકે ઘટના પછી આરોપ લગાવ્યો કે આ  ઘટના પાછળ ભાજપાનો હાથ છે. તેમણે કહ્યુ કે ભાજપા મને મારવાનુ ષડયંત્ર કરી રહ્યુ છે.  ત્યા હાજર લોકોએ થપ્પડ મારનાર વ્યક્તિની ધુલાઈ કરી. પોલીસે તેને જેમ તેમ કરીને બચાવ્યો. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ મંચ પર આવ્યો અને તેણે પટેલને એક જોરદાર થપ્પડ મારી દીધી.  ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભાજપા મુખ્યાલયમાં એક પ્રેસ કૉન્ફ્રેસ દરમિયાન પણ ભાજપા નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જુતુ ફેંકાયુ હતુ. જો કે આ જુતુ તેમને વાગ્યુ નહોતુ. 

પાટીદાર અનામત આંદોલન સમિતિના બ્રિજેશ પટેલના કહેવા પ્રમાણે : "હુમલા બાદ ગામની મહિલાઓએ તેને માર માર્યો હતો. તેનાં કપડાં ફાટી ગયાં હતાં. તેની પાસેથી છરી પણ મળી આવી હતી."
 
જોકે, હજી આ મામલે પોલીસ તરફથી સત્તાવાર માહિતી મળી નથી. હાર્દિક પટેલે ક્હ્યું, "આ ઘટનાથી મને કોઈ ફેર નહીં પડે. હું લોકી વચ્ચે જઈશ અને જણાવીશ કે ભાજપ મને મારી નાખવા માગે છે." 
 
"આ હુમલા પાછળ ભાજપનો હાથ છે, તે મારા જેવા યુવાનને મરાવી નાખવા માગે છે."
 
હાર્દિકે ઉમેર્યું હતું કે આ અંગે ફરિયાદ અંગે ઉચ્ચ નેતાઓ સાથે મળીને નિર્ણય લેશે. કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે 'હાર ભાળી ગયેલી ભાજપ ગુંડાગીરી ઉપર ઊતરી આવી છે.'