શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (17:57 IST)

UP માં ભાજપને આંચકો, સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી સપામાં જોડાયા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંગળવારે મોટો હલચલ મચી ગઈ છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે. આ સાથે સ્વામી પ્રસાદ મૌર્ય ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને સમાજવાદી પાર્ટી (SP)માં જોડાઈ ગયા છે.
 
ઉત્તરપ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે "લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી છે."