મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (15:17 IST)

UP Election 2022: શું પ્રિયંકા ગાંધીના મહિલા કેંદ્રીત વચન માત્ર યૂપી ચૂંટણી માટે બીજા રાજ્યની મહિલાઓ માટે શું

ઉત્તરપ્રદેશમાં ક્રાંગેસની ગુમાવેલ સિયાસી જમીનને ફરીથી મેળવવા માટે કાંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યૂપીમાં તેમનો પૂર્ણ ફોકસ મહિલાઓ પર વધારી દીધુ છે. તેણે પાર્ટીને પુનજીવિત કરવાની કોશિશ હેઠણ બુધવારે મહિલાઓ માટે જુદો જાહેરાત કરી છે. પ્રિયંગા ગાંધીએ મનરેગામા% મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા અને રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીને વધારવાનો વચન કર્યો છે. મહિલાઓ માટે આવાસીય રમત એકેડમી ખોલવા અને પોલીસ બલમાં 25 ટકા મહિલાઓને શામેલ કરવાની જાહેરાત કરી છે.  
 
કોંગ્રેસના મહાસચિવે મહિલાઓને વાર્ષિક ત્રણ મફત એલપીજી સિલિન્ડર અને છાત્રાઓને સ્કૂટી અને સ્માર્ટફોન આપવાનું વચન આપ્યું છે. તેમણે આશા અને આંગણવાડી કાર્યકરોને દર મહિને રૂ. 10,000 અને વિધવા પેન્શન તરીકે પ્રતિ માસ રૂ. 1,000 આપવા, ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપવા જેવા વચનો આપ્યા છે.