ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (09:03 IST)

ખરાબ તબિયત નહી, પરંતુ ભાજપના લીધે રદ થયો મનીષ સિસોદિયાનો ગુજરાત પ્રવાસ?

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે અને આમ આદમી પાર્ટીએ અત્યારથી ગુજરાતમાં પગપેસારો શરૂ કરી દીધો છે. થોડા દિવસો પહેલાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને ગુરૂવારે એટલે કે આજે ડે.સીએમ મનીષ સિસોદિયા ગુજરાત આવવાના હતા, પરંતુ તેમણે તબિયત ખરાબ હોવાનું કારણ આપી પ્રવાસ રદ કર્યો છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સિસોદિયા પાટીદાર અસમાજ સાથે જોડાયેલા એક મોટા બિઝનેસનને આપમાં સામેલ કરવા માટે આવી રહ્યા હતા, પરંતુ તેમણે હવે પ્રવાસ રદ કર્યો છે. મનીષ સિસોદિયા ભલે તબિયત ખરાબ હોવાનું કહી રહ્યા હોય પરંતુ જાણકાર તેની પાછળ ભાજપનો ગેમ પ્લાન બતાવી રહ્યા છે. 

 
મનીષ સિસોદિયાએ બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને કહ્યું કે 'ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિનપ્રતિદિન વધુને વધુ મજબૂત થઈ રહી છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આપ સૌને ફરી એકવાર મળવા અને એક શુભ સમાચાર આપવા, આવતી કાલે હું આવી રહ્યો છું ગરવી ગુજરાતના આંગણે!
 
પરંતુ 4 કલાકમાં જ બધી વાતો ફરી થઇ. મનીષ સિસોદિયાએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું, ' કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ હવે આવતીકાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. કાલે હું ગુજરાત નહિ આવી શકું તેનો ખેદ છે પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ.
 
જાણકારો ગુજરાતના પ્રવાદ રદ થવા પાછળ મોટી રમતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. માનવામાં આવે છે કે સુરતના મોટા પાટીદાર હીરાના વેપારી આજે આમ આદમી પાર્ટી જોઇન કરવાના હતા, જેના સ્વાગત માટે મનીષ સિસોદિયા પોતે આવી રહ્યા હતા. પરંતુ ભાજપને આમ આદમી પાર્ટીના આ પ્લાનની ખબર પડી ગઇ, જેના લીધે બિઝનેસમેન આપમાં જોડાવવા માંગતા નથી. જ્યારથી આ વાત રાજકીય વર્તુળમાં ફેલાઇ છે ત્યારથી બિઝનેસમેને ફોન બંધ કરી દીધો છે. 
 
આમ આદમી પાર્ટી સુરતના પ્રવક્તા યોગેશ જાધવાનીએ મીડિયાને જે મેસેજ કર્યો છે તે પણ ટ્વીટથી બિલકુલ અલગ છે. યોગેશ જાધવાનીએ લખ્યું હતું કે મનીષ સિસોદિયામાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે. એટલા માટે સુરત નહી આવે. 
 
એવામાં સવાલ ઉભા થાય છે કે આમ આદમી પાર્ટી સતત ભાજપના લોકોને તોડીને 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ  ગઇ છે. શું ભાજપને આમ આદમી પાર્ટીના આ ખેલની ખબર પડી ગઇ હતી, જેના લીધે મનીષ સિસોદિયાને પોતાનો સુરત પ્રવાસ રદ કરવો પડ્યો?