શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (15:09 IST)

CDS Bipin Rawat - પત્ની સાથે સફર કરી રહ્યા હતા બિપિન રાવત, જાણો હેલિકોપ્ટરમાં કોણ કોણ હતુ હાજર

તમિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત હાજર હતા. બુધવારે તમિલનાડુના જે વિસ્તારમાં આ વાહન ક્રેશ થયુ છે તે આખો જંગલનો વિસ્તાર છે. હેલિકોપ્ટર ક્રેશ થયા પછી આસપાસ ધુમાડો ઉઠી રહ્યો છે. 
 
આ Mi-17V5 હેલિકોપ્ટર હતુ, જેમા સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. તેમાથી બે નુ મોત થઈ ગયુ છે. જ્યાર એકે ત્રણ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. બધાને નિકટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી મુજબ આ હેલિકોપ્ટરમાં બિપિન રાવત સાથે તેમની પત્ની મઘુલિકા રાવત પણ હાજર હતા. ક્રેશ થયેલ હેલિકોપ્ટરમાં બિપિન રાવત, તેમની પત્ની એક બ્રિગેડિયર રૈકના અધિકારી એક અન્ય અધિકારી અને બે પાયલોટનો સમાવેશ હતો. 
 
આ એ લોકોની લિસ્ટ છે જે દિલ્હીથી સુલુર સુધી સીડીએસ બિપિન રાવત સાથે યાત્રા કરી રહ્યા હતા. જોકે આ કન્ફર્મ નથી કે તેમાથી કેટલા લોકો એ હેલિકોપ્ટરમાં હાજર હતા.