કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ, કોઇ ઈજાગ્રસ્ત નહી.
કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસમાં બુધવારે સાંજે વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક જાણકારી અનુસાર, સાંજે સાત વાગ્યાના 10 મિનિટ પર આ ટ્રેનના જનરલ કોચના ટોઇલેટમાં વિસ્ફોટ થયો હતો. આ અગાઉ સવારે મુંબઇ પાસે મીરા રોડમાં આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હતો. આ વિસ્ફોટથી ભાગદોડ મચી ગઇ હતી. ટ્રેનમાં વિસ્ફોટથી અફરાતફરી મચી ગઇ હતી. ફોરેન્સિક એક્સપર્ટ અને એટીએસની ટીમ ઘટનાસ્થળ પર રવાના થઇ હતી. આ લો-ઇન્ટેંસિટીનો બ્લાસ્ટ હતો. જ્યારે પહેલી નજરમાં આ વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટથી ટોઇલેટથી છત ઉડી ગઇ હતી. કાનપુર સેન્ટ્રલથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ બર્રાજપુર સ્ટેશન પર ઉભી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો.
રેલવે અને સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક કોથળામાં વિસ્ફોટ રાખવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં ધમાકાની ખબરે સંપૂર્ણ ઉત્તરપ્રદેશના લોકોને હલાવી દીધા છે. લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. રેલવે અને યુપી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે અત્યાર સુધી આ બ્લાસ્ટ ક્યા કારણે થયો છે તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રાપ્ત મહિતી મુજબ એટીએસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.