મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (16:37 IST)

BMC Election 2017, Exit Poll Results: અલગ લડવાથી શિવસેનાને થશે મોટુ નુકશાન, બીજેપીને બમણો ફાયદો, રાજ ઠાકરે નંબર 4

દેશના સૌથી શ્રીમંત નગર નિગમ બૃહણમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંગળવારે વોટ નાખવામાં આવ્યા. આ નગર નિગમમાં છેલ્લા લગભગ બે દસકાથી બીજેપી અને શિવસેના ગઠબંધનનો કબજો છે. આ વખતે બંને પાર્ટી જુદા જુદા ચૂંટણીમાં ઉતર્યા છે.  છેલલ અનેકવારની તુલનામાં બીએમસી ચૂંટણીનુ મતદાન આ વખતે કંઈક સારુ થઈ રહ્યુ છે. આ વખતે નગર નિગમ ચૂંટણીમાં 52.17  ટકા મતદાન રહ્યુ. આ ટકા છેલ્લા ત્રણ વખતની ચૂંટણીમાં સૌથી વધુ છે. ચૂંટણીના પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ આવવાનુ છે.  બૃહણમુંબઈ મ્યૂનિસિપલ કોર્પોરેશનના પરિણામ રાજ્યમાં ચાલી રહેલ શિવસેના બીજેપી ગઠબંધન સરકારના અને શિવસેના બીજેપીના પરસ્પર સંબંધો પર ફરક નાખનારા હશે.  મંગળવારે મોદી સાંજે અંગ્રેજી ન્યૂઝ ચેનલ ઈંડિયા ટુડેએ ચૂંટણી સાથે સંબંધિત એક્ઝિટ પોલ રજુ કર્યુ છે. આ એક્ઝિટ પોલ મુજબ 227 સીટોવાળા નગરનિગમની શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. 
પણ બહુમતથી ખૂબ પાછળ રહેશે. 
 
પોલ મુજબ શિવસેના 86-92 સીટ જીતી શકે છે. અગાઉની ચૂંટણીમાં શિવસેનાને 75 સીટો મળી હતી. આવામાં શિવસેનાને એકલા લડવાનો કોઈ ખાસ ફાયદો દેખાય રહ્યો નથી. તેઓ બીજી બાજુ બીજેપી શિવસેના વચ્ચે કાંટાની ટક્કર દેખાય રહી છે. બીજેપી 80થી 88 સીટો પોતાના નામે કરી શકે છે.  અગાઉ બીજેપી પાસે 31 સીટ જીતવામાં સફળ રહી હતી.  મતલબ બીજેપી પોતાનો આંકડો ડબલથી વધુ કરવામાં સફળ થઈ શકે છે.  કોંગ્રેસ 30-14 સીટ જીતી શકે છે.  એમએનએસ 5-7 સીટો જીતી શકે છે.  તો બીજી બાજુ એનસીપી 3-6 સીટ જીતી શકે છે.  જો વોટ શેયરની વાત કરીએ તો બીજેપી અને શિવસેનાને 32-32 ટકા વોટ મળી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ 16 વોટ અને એમએનએસ 8 ટકા વોટ પોતાને નામે પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત બીજેપી રાજ્યના બીજા નગર નિગમમાં પોતાનો દબદબો વધારી શકે છે.  એક્ઝિટ પોલ મુજબ રાજ્યના બીજા બે મોટા શહેર નાગપુર અને પુણેમાં બીજેપી બહુમત પ્રાપ્ત કરી શકે છે.  તો શિવસેના ઠાણેમાં બહુમત પ્રાપ્ત કરી શકે છે.