રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2024 (13:39 IST)

દુલ્હને લગાવ્યું વરને સિંદૂર, વાયરલ VIDEO

હિં દુ ધર્મમાં લગ્નના સાત જન્મોના બંધન માનવામાં આવે છે. લગ્નમાં વર-વધુ સાત ફેરા લેવાની પ્રક્રિયાને સપ્તપદી કહે છે. સાત ફેરા લેતા સમયે વર-વધુ અગ્નિને સાક્ષી માનીને તેના ચારે બાજુ સાત ફેરા લે છે. પણ  અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે જેમાં પહેલા વર વધુની માંગ ભરે છે અને તે પછી દુલ્હન પણ તેને સિંદૂર લગાવે છે. 
 
લગ્નની આ રીતના દરમિયાન વર વધુની સેંધામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પહેરાવે છે પણ આ લગ્નમાં કઈક જુદો જ જોવા મળી રહ્યુ છે. આ વીડિયોને officialhumansofbombay એ તેઅના ઈંસ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલ. આ વીડિયો વાયરલ થવા પાછળનું કારણ એ છે કે દુલ્હનએ વરરાજાને સિંદૂર લગાવ્યું છે. જ્યારે હિન્દુ ધર્મમાં વરરાજા કન્યાના કપાળ પર સિંદૂર લગાવે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં વરનું નામ કુશ રાઠોડ છે, જ્યારે તેની દુલ્હનનું નામ કસક ગુપ્તા છે. આ કપલ પહેલીવાર જીમમાં મળ્યા હતા. જે બાદ આ સંબંધ મિત્રતા, પછી પ્રેમ અને પછી લગ્નમાં પરિવર્તિત થયો. હવે લોકો આ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.