શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2023 (11:34 IST)

Video- મણિપુરનો BSF જવાન મહિલાની છેડતી કરતો જોવા મળે છે, તેને સસ્પેન્ડ કર્યુ છે

BSF jawan of Manipur found molesting woman
મણિપુર: BSF જવાને મહિલાની કરી છેડતી- મણિપુર હિંસા વચ્ચે મહિલાની છેડતીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક BSF જવાન કરિયાણાની દુકાન પર એક મહિલાની છેડતી કરતો જોવા મળે છે. ઈમ્ફાલનો આ વીડિયો 20 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે.
હિંસાગ્રસ્ત મણિપુરમાં કરિયાણાની દુકાનમાં એક મહિલાની છેડતી કરવા બદલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના કોન્સ્ટેબલને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો સમગ્ર વિડિયો દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
 
વીડિયોમાં જોઈ શકાય છે કે યુનિફોર્મ પહેરેલો જવાન એક મહિલાને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જવાન પાસે રાઈફલ પણ છે. મહિલા તેને વારંવાર રોકી રહી છે, તેમ છતાં તે ફ્લર્ટ કરી રહ્યો છે.